હરડે એક ત્રિફળા ચૂર્ણથી બનાવવામાં આવેલ એક ઔષધી છે જેને જડી-બૂટી તરીકે પણ ઓળખવામાં આવે છે. હરડે જો દરરોજ ખાવામાં આવે તો વિવિધ સમસ્યાઓમાંથી રાહત મળે છે. હરડે એવા લોકો વધારે લેતા હોય છે કે, જેમને કબજિયાતનો પ્રશ્ન રહેતો હોય છે. હરડે ખાવાથી પેટ પણ સાફ થઇ જાય છે અને કબજિયાત માં પણ રાહત રહે છે. ગેસના પ્રોબ્લેમથી પણ રાહત થાય છે. જો હરડેનું સેવન કરવામાં આવે તો જડમૂળથી રોગનો નાશ થાય છે.હરડે પેટને એકદમ સ્વચ્છ અને પાચન તંત્રને સુધારીને તેને સક્રિય કરવાનું કામ કાજ કરે છે. આ સિવાય આ ઔષધિ શરીરને ડિટોક્સ કરી વજન ઘટાડવામાં પણ પુરવાર થાય છે. વજન ઉતારવા માટે હરડેનું નિયમિત રૂપથી સેવન કરવાથી વજનને ઓછું થઇ શકે છે. આ પાચનમાં સહાયક હોવાની સાથે જ ગેસ, એસીડીટી અને સાથે બીજી અનેક સમસ્યાઓ થી છુટકારો આપે છે અને ધીરે ધીરે તમારા વજનને ઓછું કરવામાં મદદરૂપ થાય છે.
જ્યારે તમને દાંતમાં દુ:ખાવો થાય છે ત્યારે હરડેનું ચૂર્ણ બનાવીને પોતાના દાંત પર લગાવવાથી દાંતનો દુ:ખાવામાં રાહત થાય છે અને આમ કરવાથી દાંતને લગતી તમામ બીમારીઓમાં રાહત મળશે. હરડેની પેસ્ટ પાતળી છાશમાં ભેગી કરી તેના લીધે કોગળા કરવાથી પેઢા પર આવેલો સોજો દૂર થાય છે અને દાંતમાં થયેલા દુખાવામાં પણ રાહત આપે છે.
કબજિયાતની સમસ્યાથી હેરાન થતા માણસો માટે હરડે વરદાન સમાન છે. કબજિયાત દૂર કરવા માટે હરડેના લેપને થોડાક મીઠા જોડે ખાવ અને અડધું ગ્રામ લવિંગ તથા તજ જોડે લેવામાં આવે તો કબજિયાત થોડીક જ ક્ષણોમાં ગાયબ થઈ જાય છે. આજના યુગમાં લગભગ મોટા ભાગના લોકો કબજિયાતની બીમારીથી પીડાતા હોય છે. હરડેનું ચૂર્ણ કબજિયાતની સમસ્યામાં ખૂબ જ ફાયદો થાય છે. આ ચૂર્ણમાં ચપટી મીઠું મિક્ષ કરીને ખાવો. તમને ફર્ક જાતે જ દેખાવા લાગશે.
જો તમને ત્વચા સંબંધી કોઈ પણ એલર્જી હોય તો તેમાં હરડેનો ઉકાળો રામબાણ ઈલાજ તરીકે સાબિત થાય છે. આ માટે હરડેના ફળને પાણીમાં ઉકાળીને ઉકાળો બનાવો અને આ ઉકાળાનું સેવન નિયમિત રૂપ દિવસમાં બે વખત કરવાથી તમારી ત્વચા એનર્જીને ખુબ જલ્દી આરામ મળે છે.
હરડેની પેસ્ટ આંખોની નજીક ધીમે ધીમે હાથ વડે લગાવવામાં આવે તો આંખોની તકલીફ દૂર થાય છે અને તેના ભોજનથી આંખોમાં તેજ પણ વધે છે અને બળતરા માં રાહત થાય છે. હરડેનું સેવન કરવાથી પાચનક્રિયાને બરોબર કરવામાં રાહત આપે છે. તે માટે ભોજન કર્યા પહેલા હરડે ચૂર્ણમાં સુંઠ ભેળવીને લેવાથી ભૂખ સારી ખુલે છે અને ભૂખ લાગવા લાગે છે. તે સાથે જ સુંઠ,ગોળ કે સિંધવ મીઠું ભેળવીને ખાવાથી પાચન સારું થાય છે.