ઝખ્મ આપ્યાં ને કુરેધ્યાં પણ,
સાપ જે પાળ્યાં એ ડંખ્યા પણ…
જે સ્નેહી રુઠ્યાંતાં તે મનાવ્યાં પણ,
માન્યાતાં પોતાનાં તે થયાં અનજાન પણ…
કરાવી બંદગી ને બન્યાં ખુદા પણ,
ઠરાવ્યાં આરોપી ને દિધી સજા પણ…
ઉત્સવો ઉજવાયાં ને થયાં તામઝામ પણ,
ઈશ્કે જનાઝો ઉઠ્યો ને ટકરાયાં જામ પણ…
મીઠી વાણી એમનું કામ થયું ને થયું નામ પણ,
રહ્યાં ખુદ અવ્વલ ને બનાવ્યાં પાગલ પણ…
ને બનાવ્યાં પાગલ પણ…
ને બનાવ્યાં પાગલ પણ…
ને બનાવ્યાં પાગલ પણ…
-” પાગલ “- Avinash