15 ઓગસ્ટના રોજ V Help Foundation, અમદાવાદ દ્વારા સ્વતંત્રતા મહોત્સવની ભવ્ય ઉજવણી ધામધૂમથી અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર, ઘાટલોડિયા ના દિવ્યાંગો ને દેશભક્તિ આધારિત મુવી બતાવીને કરવામાં આવી.
ત્રિરંગાથી સુશોભિત સંપૂર્ણ દેશભકિતયુક્ત વાતાવરણ માં આઝાદ ભારતના 60 જેટલા દિવ્યાંગો અને V Help Foundation ના કાર્યકરો એ ગરમાગરમ પોપકોર્ન અને કોલ્ડડ્રિંક્સ સાથે મુવી મસ્તી નો આનંદ માણ્યો. આ પ્રસંગે વી હેલ્પ ફાઉન્ડેશનના સક્રિય સભ્ય જૈમીન પટેલ અને શરદભાઈ શાહ દ્વારા આ આયોજનને સફળતા પૂર્વક હાથ ધરાયુ હતું.
આ સંસ્થાના ફાઉન્ડર સચિન શાહ એ વધુમાં જણાવ્યું હતું “દિવ્યાંગોએ ગયેલા દેશભક્તિના જોશ ભર્યા ગીતો માં મારી માટી, મારો દેશ ની ભાવના ભારોભાર વ્યક્ત થતી હતી..આ તબક્કે ઉપસ્થિત સહુ મહેમાનો, કારકર્તાઓનો તેઓ V Help Foundation તરફથી આભાર વ્યક્ત કરે છે”
જય હિંદ, જય ભારત…