“સ્ત્રીત્વ” વુમન્સ એન્ટરપ્રેનોર ક્લબ દ્વારા વર્લ્ડ એનજીઓ ડે ને દિવસે શેરીંગ જોય એન્ડ હેપ્પી નેસ નો કાર્યક્રમ યોજાયો જેમાં “સ્ત્રીત્વ” ક્લબ ના મેમ્બર્સ દ્વારા નીલકંઠ મહાદેવ રાણીપ ખાતે 100 થી વધુ દિવ્યાંગ બાળકો પુરુષો અને મહિલાઓ ને કપડાં અને જરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવી હતી તેમની સાથે ભોજન કરી વર્લ્ડ એનજીઓ ડેની ઉજવણી કરવામાં આવી. જેમાં સ્ત્રીત્વ ના સભ્યોએ હાજર રહી દિવ્યાંગ લોકો સાથે સમય વિતાવ્યો હતો અને સભ્યો દ્વારા મહિલાઓ અને બાળકો સાથે બેસી તેમના શોખ રોજ બરોજ ની એક્ટિવિટી વિશે જાણકારી મેળવી અને તેમને મોટીવેટ કરવામાં આવ્યા હતા.