સામાન્ય રીતે હેઝલ નટનો ઉપયોગ ગૃહિણીઓ સલાડને ઓઇલથી ગાર્નીસ કરવા, અથવા હેઝલનટ બટર અને સોસ તરીકે કરવામાં આવે છે, પરંતુ આ સિવાય પણ હેઝલનટનો ઉપયોગ ત્વચાની સુંદરતા વધારવા માટે પણ થાય છે. ખાસ કરીને જેમની સ્કિન સંવેદનશીલ છે તેમના માટે ખુબ જ લાભકારી સાબિત થઈ રહ્યું છે.
ચાલો જાણીએ હેઝલનટ ઓઇલના ફાયદાઓ વિશે..
સેન્સિટિવ સ્કિન માટે સુરક્ષિત: હેઝલનટ ઓઇલ સેન્સિટિવ સ્કિનને પોષણ આપે છે અને તેને હીલ કરવામાં મદદ કરે છે.આ તેલ એક્દમ નેચરલ હોવાથી આલ્કોહોલ ફ્રી છે અને ચામડીમાં થતી બળતરા ઓછી કરે છે તથા ત્વચાને ઠંડક આપે છે. તેમાં વિટામિન E પુષ્કળ પ્રમાણમાં રહેલું હોવાથી એજ લાઇન્સને વધતી અટકાવે છે અને ડેમેજ સેલને રીપેર કરે છે, ત્વચાને પ્રાકૃતિક સૌંદર્ય પૂરું પાડે છે.તેના બંધારણમાં વિટામિન E અને ફેટી એસિડ વધુ પ્રમાણમાં જોવા મળે છે જે સ્કિનને હાઇડ્રેટ રાખે છે અને નરમ બનાવે છે.વિટામિન E સ્કિનને મજબૂત બનાવે છે અને સુંદરતામાં વધારો કરે છે સાથે સ્કિનને મોશ્ચર પૂરું પડે છે અને સ્કિનને પોતાનું કુદરતી ઓઇલ જાળવી રાખવામાં મદદ કરે છે, તેને ડ્રાય થતી અટકાવે છે.
ત્વચાને સન ડેમેજથી રક્ષણ આપે છે: તેમાં રહેલું વિટામિન E સૂર્યના કિરણોથી થતા ચામડીના નુકસાનથી બચાવે છે અને ત્વચાને કુદરતી રંગ જાળવી રાખવામાં મદદ કરે છે.આ ઉપરાંત ખીલના દાગ, કાળી પડી ગયેલ અને સૂકી ત્વચાને પોષણ આપીને ચમકદાર બનાવે છે અને સ્કિનને જો કોઈ ઇજા થઈ હોઈ તો તેને જલ્દીથી ક્યોર કરવામાં મદદ કરે છે.આ તેલનો ઉપયોગ કરતા પેહલા તમારી સ્કિનના થોડા ભાગમાં લગાવીને ચેક કરી જુઓ, ત્યારબાદ તેને સંપૂર્ણ ફેસ પર લાગવું.
રીત: એક સ્વચ્ચ રૂમાલને હુંફાળા પાણી વાળો કરી તમારા ચેહરાને કવર કરી શકે તેવી રીતે 20 સેકન્ડ સુધી રાખી મુકો ત્યારબાદ આ રૂમાલને ચેહરા પરથી હટાવી ને 1/2 ટે સ્પૂન હેઝલનટ ઓઇલ લઇ હળવા હાથે મસાજ કરો.