સૌ એ માન્યું આ પવિત્ર બંધન ,
મીઠું મધુરું રક્ષાબંધન…
સ્નેહ અને ભાવ નો અનોખો સંગમ,
મીઠું મધુરું રક્ષાબંધન….
કાચા સૂતર ના તાંતણે બંધાયું,
ભાઈ બહેન ના પ્રેમ નું બંધન,
મીઠું મધુરું રક્ષાબંધન…
ન લાગે કોઈ ની નજર નું અડચણ,
જાણે હરિએ આંજેલું આંજણ,
મીઠું મધુરું રક્ષાબંધન…
શબ્દો માં કેમ કરી વર્ણવું સાર ?
પ્રેમ કેરી વર્ષા નો જાણે છે શ્રીકાર,
મીઠું મધુરું રક્ષાબંધન….
પારુલ ઠક્કર “યાદે”