હાથતાળી
ઉત્તર કાશીની ટનલમાંથી સકુશળ બહાર આવેલ તમામ 41 શ્રમિક ભાઈઓના સ્વાગત સહ એક શુભેચ્છા ગઝલ પ્રસ્તુત છે... મોતને દઈ હાથતાળી, લ્યો, અમે આવી ગયા, આજ ઘરમાં થઈ દિવાળી, લ્યો, અમે આવી ગયા.. દેવદિવાળી અમે પરિવાર સહ ઉજવીશું આજ, પૂર્ણ થઈ છે રાત કાળી, લ્યો, અમે આવી ગયા.. ત્યાં થયેલી ગૂંગળામણ પર વધુ શું બોલીએ! જાણે બળતી હો પરાળી, લ્યો, અમે આવી ગયા.. મૂલ્ય શું ખુલ્લી હવાનું છે? - હવે સમજ્યા અમે, એ વધુ લાગે હૂંફાળી, લ્યો, અમે આવી ગયા.. જિંદગી તો ત્યાંય હિંમતથી બધા જીવ્યા ખરા, પણ, હતી એ ઓશિયાળી, લ્યો, અમે આવી ગયા.. રેટ માઇનર્સ, સૈન્ય ને સરકારને ભૂલાય...