સાવ ખુદથી અજાણ રાખ્યા તા
બે’ક ભાથામાં બાણ રાખ્યા તા
કોક ઝૂલતો રૂમાલ રાખેને !
એમ ખિસ્સામાં પ્રાણ રાખ્યા તા
કોક દોડી હલેસા લઈ આવ્યું
કોકે તૈયાર વહાણ રાખ્યા તા
બચ્ચ કહેતા જ માર્ગ ચીરી દે
એમ ઘોડે પલાણ રાખ્યા તા
તારા ખંજરની આબરૂ ખાતર
દાગ મેં લોહીઝાણ રાખ્યા તા
Chandresh Makwana