ફૂલદાનીના ફૂલ નકલી સાબિત થયાં
ખૂશ્બૂ વિનાના બગીચા સાબિત થયાં.
કરું શું ઈબાદત હવે અહીં વારે વારે
ઈશ્વર બધાં જ પથ્થર સાબિત થયાં.
સત્ય શોધતા શોધતા થાકી જવાયું
મોહરાં અહીં હકીકત સાબિત થયાં.
દીપક દીપક રમતાં મળી આવતાં જે
એ જ લોકો તો અંધારા સાબિત થયાં.
ડૂબતાં ન જાણે કેટ કેટલીયે વાર અહીં
એ બધાં સબળ તરવૈયા સાબિત થયા.
ઇચ્છાઓ સાચવી દોડતા રહ્યા સદાય
ને રસ્તા બધાં મૃગજળ સાબિત થયા.
નિલેશ બગથરિયા “નીલ“