કૃષ્ણએ કહ્યું, “હા, તરસ તો મને ય લાગી છે, એક કામ કર, તું બેસ અહિ, હું આ નદીએથી પાણી ભરી લાવું તારા માટે…”
કૃષ્ણ નદીએ ગયા, પોતે પાણી પીધૂ અને એક લોટો અર્જુન માટે પણ ભરતા આવ્યા. અર્જુન પાણી પીતાં પીતાં ભાવુક થઈ ગયો કે, “કૃષ્ણ! આપે અમારા માટે કેટલું બધુ કર્યું, યુદ્ધમાં ય આટલા દિવસથી મારો રથ ચલાવો છો, તમારા આ ઋણ અમે ક્યારે ચૂકવી શકીશું…?!”
કૃષ્ણ કહે, “જો પાર્થ! તું એમ ના સમજ કે આ બધુ હું ફોગટમાં કરું છું, આ રથનું મીટર ચડે જ છે, એકવાર આ યુદ્ધ પતી જાય એટ્લે આપણે હિસાબ કરવા બેસી જઈશું…”
અર્જુન આ વાત સાંભળીને ચોંકી ગયો…એણે માત્ર એટલું જ પુછ્યું કે, “આ તમે પાણી પીધું એ નદી કઈ ?”
કૃષ્ણે કહ્યું, ”સાબરમતી…”
-વિનોદ ભટ્ટ