ઉડીને હવે આંખે વળગી છે,
સાદગી એની હૈયે વળગી છે.
કઠીન રસ્તાઓ બગાડશે શું?
સફરમાં એ સંગીન સંગી છે.
જીવતર આ હવે રંગ રંગ થશે,
સથવારે એની આશ જગી છે.
ફળશે મન્નતો સઘળી જ હવે,
અંતર મને એ ખરેખર ગમી છે.
સંબંધ આ લીલોછમ રહેશે જ,
કારણ એ સમયે સમયે નમી છે.
નિલેશ બગથરિયા “નીલ”