બાપુ એ બૅંકમાં જઈને મેનેજરને પુછ્યુ કે સાતમ આઠમમાં જુગાર રમવા લોન મળશે ?
મેનેજરે કહ્યું કે લોન ચોક્કસ મળશે.
તમે પાંચમ સુધીમાં, 25 લાખ સુધીની લોન માટે નીચે જણાવેલ પુરાવા લેતા આવો.
૧. છેલ્લા પાંચ વર્ષમાં જુગારમાં હંમેશા જીત્યા જ છો એવા રીટર્ન્સ ની ફાઈલો અને જો દર વર્ષે ચાલીસ લાખથી વધારે ટર્ન ઓવર કર્યુ હોય તો તેનો ઓડીટ રીપોર્ટ (સી.એ. ના સહી સીક્કા સાથે )
૨. જુગાર રમતા રમતા દારુ પીતા નથી એ બાબતની તમારી પોતાની એફીડેવીટ અને તેના સાક્ષી તરીકે તમારા વાઈફની સહી હોવી જરુરી છે.
૩. ભુતકાળમાં જુગાર રમવા લોન લીધી હોય તેવા વ્યક્તીને લોન વ્યાજ સાથે પરત થઈ છે એવો રીપોર્ટ.
૪. મિત્રો, સગા સંબંધીઓ, સાસરીયા તથા આજુબાજુના કરીયાણા વાળા, દુધવાળા, ધોબી, ગેરેજવાળા, શાકભાજીવાળા તથા છાપા વાળા વિગેરેના તમારા માટેના સીબીલ રીપોર્ટ.
આટલું લેતા આવો એટલે તરત લોન પાસ કરી દઈશું