નમસ્કાર મિત્રો,
અત્યાર સુધી આપણે ગુરુ ગ્રહના એકથી છ સ્થાનમાંના શુભાશુભ પ્રભાવ વિષે જાણકારી મેળવી. હવે આપણે જોઈએ કે સાતમા સ્થાનમાં રહેલા ગુરુ મહારાજના આપણા જીવન પર કેવા પ્રભાવો હોય છે.
સાતમા સ્થાનમાં રહેલા ગુરુની માહિતી
धर्म माला थेली, न परिवार देगी
बडी शानोशौकत, बिला हिरस होगी
संतान बेकदरी गौर ना करता, मदद भाई न हकूमत हो
वक्त बुढापा हो सुख किसका ज्ञानी तरसता धन को हो
९ वे मे शनि ७ हो मच्छ रेखा, रिजक चंद्र खुद देता हो
घर से बाहर क्यो दौडे फिरता, मरना लिखा हो घर मे जो
तख्त साथी या घर गुरु बेठा मंद शुक्र या शत्रु हो
११ शनि, बुध ५-२-१२, मुतबन्ने मरे औलाद नही हो
મિત્રો, લાલ કિતાબમાં સાતમા સ્થાનના ગુરુને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. સાતમા સ્થાનના ગુરુને સાધુ સ્વભાવનો સંસારી કહેવામાં આવે છે.આવા જાતકો ધનને માયા સમજનાર અને શાંત પરિવારમાં રહેનાર હોય છે. પુરુષની કુંડળીમાં આ સ્થાનનો ગુરુ જો અશુભ અવસ્થામાં હોય તો એ જાતકની તેના ઘરમાં કિંમત એક પાળેલા કૂતરા કરતા પણ ઓછી હોય છે એટલે કે તેની વાતને કોઈ ગણકારતું નથી હોતું. પરંતુ જો આ ગુરુ સ્ત્રીની કુંડળીમાં શુભ અવસ્થામાં હોય તો તે સંતાનવાન અને ધનવાન હોય છે.
હવે આપણે સાતમા સ્થાનના ગુરુની શુભતા અને અશુભતા વિશે જાણીશું.
સાતમા સ્થાનના ગુરુનો શુભ પ્રભાવ
આવા જાતકો ધર્મકાર્યમાં આગળ પડતો ભાગ લેનારા અને ઉત્સાહી સ્વભાવના હોય છે. જો આ જાતકો સ્ત્રીઓ સંબંધિત અથવા ભોગવિલાસને સંબંધિત વસ્તુઓનો કારોબાર કરે તો તેમને ભાગ્યોદયમાં ફાયદો થાય છે. જો કુંડળીમાં ચંદ્રની સ્થિતિ સારી હોય તો જાતક તરક્કી કરે છે અને આર્થિક રીતે સુખી થાય છે.
આવા જાતકો ભલે ગમે તેટલી વિદેશ યાત્રા કરે પણ તેમના આખરી દિવસોમાં તેઓ પોતાની માતૃભૂમિમાં જ હોય અર્થાત આવા વ્યક્તિઓનું મૃત્યુ પોતાની ભૂમિ પર જ થાય છે. આવા જાતકો વિદેશ યાત્રા સારી કરી શકે છે.આવા જાતકો મૃત્યુ સમયે કોઈ પણ પ્રકારનું ઋણ છોડીને જતા નથી.
જો કુંડળીમાં શનિ સાતમે કે નવમે હોય અને જો જાતક ચાલાક સ્વભાવનો હોય તો પરિવાર અને દોલતના ભંડાર ભરેલા રહે છે. જો ગુરુ સાતમે અને સૂર્ય લગ્ન સ્થાને હોય તો જાતક જ્યોતિષ અને સંસારના ગૂઢ ભેદ જાણનાર હોઈ શકે છે. જો આ કુંડળીમાં રાહુ શુભ હોય તો સુખી અને આરામદાયક જીવન જીવે છે (ખાસ કરીને જીવનના પાછળ સમયે).
સાતમા સ્થાનના ગુરુનો અશુભ પ્રભાવ
આ ગુરુ સ્ત્રી જાતકની કુંડળીમાં એટલો ખરાબ ફળ નથી આપતો પણ પુરુષની કુંડળીમાં હોય તો જાતકનો પુત્ર તેનાથી અલગ થઈને તો રહે જ છે પણ જો ગુરુ પર અન્ય ગ્રહોના અશુભ પ્રભાવ હોય તો તેનો દત્તક લીધેલો પુત્ર પણ દુઃખી થાય છે. જો આવા જાતકો ધર્મને નામે પોતાના સંતાનને વેચી દે તો તેમને પાછલી ઉંમરે પસ્તાવાનો સમય આવે છે. આવા જાતકો જો ઘરમાં મંદિર બનાવે તો તેમના પરિવારમાં વૃદ્ધિ થતી નથી અને જો કદાચ બાળક જન્મે તો તે બધું જ બરબાદ કરી દે છે.
જો આવા જાતકની કુંડળીમાં મંગલ બદ થઈને બેઠો હોય તો જાતકની બહેન, બેટી અને ફોઈ તકલીફમાં હોય. આવા જાતકોને જરૂરિયાતના સમયે કોઈ મદદ ના મળે. જો આવો જાતક કોઈ ફરતા સાધુની સંગતમાં રહેવા લાગે તો ગુરુનો પ્રભાવ વધુ અશુભ થાય. જો આવો જાતક પોતાની યુવાનીમાં જ્ઞાન તરફ ભાગતો રહે અને પોતાના સંતાનોને અવગણે તો તેના લીધે તેને ઘડપણમાં સુખ અને ધન બંને માટે તરસવું પડે છે.
જો કુંડળીમાં લગ્ન સ્થાન ખાલી હોય તો આવો જાતક બીજાને તો ભલે ખૂબ મદદ કરે પણ પોતાનું પેટ ભરવા માટે તેને ખૂબ મહેનત કરવી પડે. જો શનિ કે બુધ નવમે કે અગિયારમા સ્થાને હોય તો જાતકને જીભમાં તોતડાવાની તકલીફ હોય છે. આવા જાતક આયુષ્ય,કિસ્મત અને આર્થિક પરિસ્થિતિ – બધી જ રીતે નબળું હોય.
સાતમા સ્થાનમાં રહેલ ગુરુ મહારાજના ઉપાયો
૧. આવા જાતકોએ સાધુ સંતો અને ફકીરોનો સંગાથ છોડીને ગૃહસ્થ જીવન ભોગવવામાં અને સંતાનોને ઉછેરવા તરફ ખાસ ધ્યાન એવું જોઈએ.
૨. જો સ્ત્રીઓ તેમના પતિના પ્રેમને તેમની કમજોરી સમજીને પતિ પર હકુમત ચલાવે તો તેમને દીકરીઓ જન્મવાની શક્યતાઓ વધી જાય છે.
૩. ઘરમાં મંદિરની સ્થાપના ના કરવી.
૪. પરસ્ત્રીગમન જરા પણ ના કરવું.
૫. શિવપૂજન કરવાથી ફાયદો થાય.
આદિત શાહ – ૮૩૦૬૪૧૧૫૨૭