ઝીણી એની આંખો, નાની એની પાંખો, રંગ ધટ્ટ વાદળી, શી એની સુંદરતા શી એની છટા, ઉડતું જઇ આવ્યું, તરસ એની છીપાવવા અને આપી ગયું સમજણરુપી અમુલ્ય ભેટ.
એક પક્ષી ઘણાં સમયથી તેની તરસને છીપાવવા મારા ઘરે આવતું રહે છે. અમારા વોશબેસિનના નળમાંથી ટપકતાં પાણીથી એની તરસ છીપાવતું રહે છે. આજે ફરી એ આવ્યું હતું. ખૂબ બધી વાર બેઠું. હું એને જોઇ રહયો. મને થયુ આજે આટલી બધીવાર કેમ બેઠું હશે. પછી અચાનક ખ્યાલ આવ્યો કે આ કાળઝાળ ગરમીમાં એને પાણી અને છાયડાંની દરકાર છે વાલા.
જે facebook & whatsappના મેસેજ ના કરી શકયાં, જે મોટા મોટા લેખના કરી શકયાં તે આજે મારા પોતાના અનુભવે કરાવી દીધું. આજે મારા ઘરની આગળ ગરમીમાં પાણી શોધતા પક્ષીઓ માટે પાણીનું વાસણ મુકાતું થયું અને છાયડાં માટે નાનકડું ઘર પણ મુકાયું છે. મને એ વાત ની ખૂબ ખુશી છે.
મોટા લેખકોના લેખ વાંચીને આપણે શું કરીએ છીએ. કોઇ બે–ચાર માણસોને કહીએ અથવા તો ફેસબુક, વ્હોટ્સપ જેવી સોસીયલ સાઇડ્સ પર શેયર કે ફોરવર્ડ કરીએ. પણ ખુદ આપણે એનો ઊપયોગ કરતા નથી. સારા વિચારોને લાઇક કમેન્ટસ કરીને છોડી દેવાની વાત હવે બહુ થઇ. હવે એનો ઊપયોગ કરવાનો સમય છે.આટલું વાંચીને જો તમારા સુધી મારો અનુભવ પહોંચ્યો હોય તો કાળઝાળ ગરમીમાં એક પાણી ભરેલુ વાસણ પશુ–પક્ષીઓ માટે મુકશો એવી આશા રાખું છું.
ચોપડીઓ વાંચવાથી જ્ઞાની થવાય પણ સમજદાર થવા માટે તો અનુભવ જ કામ લાગે.