દિવસભરની દોડધામ પછી ઘરે જઈને નમક નાખેલા હુંફાળા પાણીમાં થોડીવાર પગ ડૂબાડી રાખવાથી જાણે કે અડધો થાક દૂર થઈ જાય છે. પણ રસોડામાં વાપરવામાં આવતા નમકને બદલે બાથ સોલ્ટનો ઉપયોગ કરવામાં આવે તો સઘળો થાક નીકળી જાય છે. એટલું જ નહીં, તેમાં રહેલા પોષક તત્ત્વો આપણા શરીરને વધારાનો લાભ આપે છે.
ન્હાવાના પાણીમાં મિક્સ કરેલા બાથ સૉલ્ટના ઘણા ફાયદા છે. સ્ટ્રેસને લીધે લોકોનો સ્વભાવ ચીડિયો બની ગયો છે. આ બધાનું સોલ્યુશન છે બાથ સૉલ્ટ. આવો પહેલા જાણીએ કે આ બાથ સોલ્ટ છે શું….
બાથ સૉલ્ટ એટલે શું?
ક્રિસ્ટલની જેમ દેખાતું આ મીઠું પાણીમાં નાખી દો. તમે મીઠાંના પાઉડરનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આ પાણીમાં થોડીવાર માટે બેસો. જેથી માંસ-પેશીઓને આરામ મળે છે. આ રીતે ન્હાવાથી સાંધાનો દુખાવો અને સ્ટ્રેસ પણ ઓછું થાય છે.
બાથ સ્લોટના ફાયદા….
– સ્ટ્રેસ લેવલ ઓછો કરે
– થાક ફટાફટ દુર થઈ જાય
– સાંધાના દુખાવા કે શરીરના દુખાવામાં રાહત મળે.
– અનિદ્રાંમાં મોટો ફાયદો થાય છે.
– સ્કીન માટે બાથ સ્લોટ ખુબ જ ફાયદાકારક છે.
– મીઠાથી સ્નાન કરવાથી મનને શાંતિ મળે છે. મન સ્થિર થાય છે
– નવશેકા પાણીમાં મીઠું નાખીને સ્નાન કરવું પણ ફાયદાકારક છે.
– તેલયુક્ત ત્વચાવાળા લોકો માટે ફાયદાકારક છે.