Boy meets girl,
Both fall in love,
But time changes people,
So love falls apart.
સાંભળવામાં અજીબ લાગે છે ને? આ છે આજની love story. મોડર્ન રીલેશનશીપમાં હમેશાં આપણે સંબંધોમાં બંધાય તો જઈએ છીએ પણ સમય સાથે આપણે એ નથી રહેતા જે સંબંધોની શરૂઆતમાં હતા.
આમાં કોઈ નો વાંક પણ નથી કારણ કે જેમ જેમ સમય બદલાય છે એમ આપણે પણ બદલાએ છીએ. આપણાં અનુભવ, આપણાં જીવનની શીખ બનતા જાય છે. આપની પસંદગીઓ બદલાય છે, જે પહેલા પસંદ ના હતું એ હવે પસંદ આવવા લાગે છે. તો શું તમારી વ્યક્તિગત પસંદ તમારા સંબંધને વ્યાખ્યાયિત કરી શકે છે?
જરૂરી એ છે કે આપણે એકબીજા સાથે વાત કરતાં રહીએ, કારણ કે જો તમે બદલ્યા છો તો હું પણ બદલાયો જ છું ને. આ બદલાવને સમજવો જરૂરી છે. આપણાં અહેસાસોને વ્યક્ત કરવા જરૂરી છે કારણ કે પ્રેમ માં ચુપ્પી એ પણ એક વિનાશકારી ભાષા છે.
જો બન્ને સમજી ગયા તો સમય વીતી જશે બાકી સમય રોકાઈ જશે અને આપણે માં થી “હું” અને “તું” આગળ નીકળી જશે.
તમારી દરેક વાત સાથે જરૂરી નથી કે એ વ્યક્તિ કે સહેમત થાય, તમને એની નવી આદતો ના આવે પસંદ પણ જો એ તમારી વાતો ને સમજી રહી છે અને તમે એને સહકાર આપી રહ્યા છો તો ભલે સમય માણસ ને બદલે પણ એજ સમય સંબંધને મજબૂત પણ કરે છે.
– સુનિલ ગોહિલ