આ વાર્તા એટલે એક ધનિક શેઠ કમલેશ રાયચંદ અને પુનિતા રાયચંદના ઘરથી શરૂઆત થાય છે. શેઠ ખુબ જ ધનિક પૈસા ટકે તો જાડેના જાડે વર્તનમાં પણ એટલા જ લાગણીશીલ સમાજમાં પણ એમનો પત્ની પુનિતા બેનને ખોળે બે બાળકી અવતરી, ઘરમાં ખુબ જ ખુશ ખુશાલ વાતાવરણ અને જોતજોતામાં બંને દીકરીઓ મોટી થવા લાગી એક દીકરીનું નામ સુધા અને બીજી દીકરીનું નામ સંધ્યા. બંનેમાં સંધ્યા ખુબ જ ચીડિયા મિજાજની અને કોઈ પણ ની વાતમાં આવી જાય એવી અને સુધા કોઈ પણ વાતમાં હજારવાર વિચારીને ઊંડાણ સુધી જઈને જ જંપે અને નિર્ણય લે.
ત્યારબાદ સમય જતા બંને બહેનો કોલેજકાળમાં આવી કોલેજકાળ એટલે તો આજના યુવાનો માટે જલસા કરવાનો સમય. પણ આમાં બંને બહેનો થોડીક વધારે જ એ રસ્તા તરફ ખુબ જ જલ્દીથી વળવા લાગી. થોડાક એમના અંગત મિત્રો પણ એવા મળ્યા ધીમે ધીમે કોલેજ જવાનું છૂટવા લાગ્યું,અને બીજી લત લાગવાનું ચાલુ થયું પછી તો જાણે દારૂની મહેફિલ,ડ્રગ્સ ને ન જાણે કેટકેટલા રસ્તા પકડી લીધા. કોણ જાણે સુધા આમાં કેમ પડી પણ થોડી સંધ્યાના સાથને લીધે વગર વિચારે થઇ ગયું.
સુધાની ખુબ જ ખાસ એક મિત્ર શિક્ષા, ભણવામાં ખુબ જ હોશિયાર નામ જેવા જ એના ગુણ બધાને સપોર્ટ કરે ક્યારેય ના એના મોઢે મળી જ નહિ એને સુધાની અને સંધ્યાની વાત મળી પછી તો જાણે પ્રયત્નોની જડી લગાવી દીધી એમને પાછા વાળવાની સુધાને એની આ હાલતની સમય વીત્યા પછી ભાન આવી. જયારે સંધ્યા તો માને પણ કોનું ? મનમાની જ એની જિંદગી હતી જાણે અને સંધ્યા એક દિવસ ડ્રગ્સ ના ઓવરલોડના કારણે દુનિયા છોડી ગઈ અને સુધા સુધારી જ ગઈ હતી આમ સંધ્યા સમય પેલા આથમી ગઈ રસ્તો બદલ્યો હોત તો મંઝીલ તો જરૂર બદલાઈ જાત.સુધા આજે એ જ કોલેજ માં આચાર્યના પદ પર બિરાજમાન છે.
MORAL: વર્તન માં સમયસર પરિવર્તન નહિ કરો તો સફળતાનો રસ્તો ખોઈ બેસસો.