સમયની ધાર..
સમયની ધાર,
દુરુપયોગ કરીએ તો લાગી પણ શકે છે,
સદુપયોગ પર બધી ચિંતાઓને કાપી પણ શકે છે,
સમયની ધાર મોટા ઘાવને પણ રૂઝિ શકે છે,
એ જ ધાર જૂના ઘાવને તાજા પણ કરી શકે છે,
સમય તો બધા સવાલોનો જવાબ છે,
સમય જાણે હીરાનો કીમતી હાર છે,
અને જો સમયનો સાથ-સહકાર છે,
તો જાણે એ મુશ્કેલીઓથી લડવાની જાદુઈ તલવાર છે,
જો સમયની કદર નથી તો સામે બસ હાર છે,
ખૂબ શક્તિશાળી,
ખૂબ ડરાવનારી,
ખૂબ અણધારી છે,
સમયની ધાર..
નિતી સેજપાલ
“તિતલી”