સફર શરૂ કરી છે તો મંજિલ સુધી પણ પહોંચી શું
રફ્તાર ભલે ધીમી છે આ સફર ની પણ
એક દિવસ તો સપનાઓ ને પણ જરૂર સાકાર કરી શું
મંજિલ સુધી પહોંચી જીવન ને પણ જરૂર સફળ કરી શું
ધીરે ધીરે પણ આ ડગર ને જરૂર પાર કરી શું
કોઈ સાથી નો સાથ મળે તો સહિયારા આ મંજિલ ને પણ મેળવી શું
નહીં તો એકલા પણ જરૂર એક દિવસ સફળ થઈ શું
સફર શરૂ કરી છે તો મંજિલ સુધી પણ પહોંચી શું
ખબર છે આ ડગર આસાન નથી પણ હર મુશ્કિલો ને તો હિંમત થી પાર કરી શું
હા, જીવન પૂરું થાય એ પહેલા તો આ સપના ઓને પણ જરૂર સાકાર કરી શું
એક દિવસ તો જીવન માં જરૂર સફળ થઈ શું
એક દિવસ તો સપનાઓને જરૂર સાકાર કરી શું
સફર શરૂ કરી છે તો મંજિલ સુધી પણ પહોંચી શું
~
હેતલ. જોષી