માહેશ્વરી દેવી, એ સપ્તમાતૃકા પૈકીની ત્રીજી માતૃકા ગણાય છે. તેમને દેવી પાર્વતીનું સ્વરૂપ અને મહાદેવની શક્તિ ગણવામાં આવે છે. રૂદ્રની શક્તિ હોવાને લીધે તેઓ રૂદ્રાણી પણ કહેવાય છે.
મહેશ્વરી ભગવાન મહેશ (શિવ) ની શક્તિ છે, જેને મહેશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની ઓળખ શિવના પત્ની પાર્વતીથી થાય છે. મહેશ્વરીને રુદ્રી, રુદ્રાણી, શંકરી, શિવાની અને મહેશી નામોથી પણ ઓળખવામાં આવે છે, જે શિવના રૂદ્ર, શિવ, શંકર અને મહેશના થોડા નામો પરથી ઉતરી આવ્યા છે. મહેશ્વરીને નંદી (બળદ) પર બેસેલા જોવામાં આવે છે અને તેમના ચાર હાથ છે. ત્રણ આંખોવાળી આ દેવી તેમના બે હાથમાં ત્રિશૂળ અને ડમરું ધારણ કરે છે, જ્યારે તેમના અન્ય બે હાથ અભયમુદ્ર અને વરદામુદ્રાના રૂપમાં છે. તેઓ સર્પની બંગડી, અર્ધચંદ્રાકાર ચંદ્ર અને પિંગલ વર્ણવાળા, ભરાવદાર વાળવાળા તથા શ્વેત વસ્ત્રો પર વ્યાઘ્રચર્મથી સજ્જ છે.