બ્રહ્માણી દેવી, એ સપ્તમાતૃકા પૈકીની પ્રથમ માતૃકા ગણાય છે. તેમને સરસ્વતીનું સ્વરૂપ અને બ્રહ્માની શક્તિ ગણવામાં આવે છે.
માતૃકા સ્વરૂપે જોઈએ તો તેમને પીળી સાડી અને ચાર માતા સાથે વર્ણવવામાં આવ્યા છે. બ્રહ્માજીની જેમ જ તેમનું વાહન હંસ છે તથા તેમણે પોતાના ચાર હાથોમાં માળા, વેદ, કમંડળ અને અભય મુદ્રા ધારણ કરેલા છે તેમણે સુંદર આભૂષણો ધારણ કરેલા છે.
ગુજરાતમાં પટેલ, પ્રજાપતિ તથા રાજસ્થાનમાં ઘણા મારવાડી કોમના લોકો મા બ્રહ્માણી ને પોતાના કુળદેવી તરીકે પૂજે છે.