નારાયણી દેવી, એ સપ્તમાતૃકા પૈકીની બીજી માતૃકા ગણાય છે. તેમને દેવી લક્ષ્મીનું સ્વરૂપ અને નારાયણની શક્તિ ગણવામાં આવે છે.
માતૃકા સ્વરૂપે જોઈએ તો તેમને પીળા વસ્ત્રો ધારણ કરેલા અને ચાર હાથ સાથે વર્ણવવામાં આવ્યા છે. નારાયણની જેમ જ તેમનું વાહન ગરુડ છે તથા તેમણે પોતાના ચાર હાથોમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા છે. તેઓનું શરીર નીલકાંતિ ધરાવતું છે.