સપનાઓથી હકીકતને ચિટ કરવી પડશે
જાતને તો જાતે જ મોટીવેટ કરવી પડશે
અહીં ક્યાં કોઈને છે કોઈથી કોઈ પણ નિસ્બત
બધાંએ જાતને જાતે જ ગ્રીટ કરવી પડશે
આઉટ ઓફ બોક્સ હોવું એ અભિશ્રાપ જ છે
જગનાં સ્ટીરિયોટાઈપે જાતને ફિટ કરવી પડશે
સ્મૃતિઓનું શું છે એ તો આવશે જ વગર નોતરે
જાતને જાતે જ ફોર્મેટ મારી ડિલીટ કરવી પડશે
સત્ય,સજ્જન ચીર પૂરવા કેટલે પહોંચશે પ્રભુ!
કૌરવોનાં પથ્થર સામે દ્રૌપદીએ ઈંટ લેવી પડશે
કોઈ જ કોઈને સ્થાન,સન્માન,સહકાર નહીં આપે
કળિયુગે સૌએ સ્વબળે જ સ્વની સીટ કરવી પડશે
-મિત્તલ ખેતાણી