સત્યમેવ જયતે 2ની રીલિઝ ડેટ જાહેર કરી દેવામાં આવી છે.જ્હોને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મમાં પોતાના લૂકની એક તસવીર શેર કરી છે અને ફિલ્મની રીલિઝ ડેટ પણ જાહેર કરી છે. આ ફિલ્મ 14 મે 2021 ના રોજ સિનેમા ઘરોમાં રીલિઝ થશે. ભૂષણ કુમાર પ્રોડકશન હેઠળ બનેલી આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ અને દિવ્યા ખોશલા કુમાર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
ફિલ્મમાં જ્હોનના ડબલ રોલ જોવા મળશે.આ ફિલ્મ માટે જ્હોને 10-12 કિ.ગ્રા વજન ઘટાળ્યું છે. સત્યમેવ જયતેનો પહેલો પાર્ટ લોકોને ઘણો પસંદ આવ્યો હતો સાથે સાથે તેનુ આઈટમ સોન્ગ “દિલબર દિલબર” પણ ઘણુ સફળ રહ્યુ હતુ.