શ્રી યંત્ર એ હિંદુ ધર્મ પરંપરાના તંત્ર શાસ્ત્ર માં ઉપયોગમાં લેવાતું મૂળભૂત યંત્ર છે.
શ્રી યંત્રમાં નવ અંર્તગ્રથિત ત્રિકોણ તથા તેના અંદરના ભાગે કેન્દ્ર સ્થાને એક બિંદુ આપેલું હોય છે. આ નવ ત્રિકોણ ભગવતી દુર્ગાની નવ શક્તિઓના પ્રતીક છે. આ નવ ત્રિકોણના અંર્તગ્રથિત થવાથી કુલ ૪૩ લઘુ ત્રિકોણ બને છે.
આ યંત્રને યંત્ર રાજ પણ કહેવામાં આવે છે યંત્રની અધિષ્ઠાત્રી દેવી લલિતા ત્રિપુરસુંદરી છે જેને વેદોમાં મહાલક્ષ્મી સ્વરૂપે દર્શાવવામાં આવેલા છે.
શ્રીયંત્રને નવરાત્રી ધનતેરસ તથા દિવાળીના દિવસે સ્થાપિત કરીને પૂજન કરવાથી ધન-ધાન્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.