માણો શ્રી ચિદાનંદ સ્વામીજીના અદ્ભૂત પ્રવચનોનો આસ્વાદ શ્રી રજનીકાંત રાવલના અદભુત સ્વરે આપના પોતાના ગુજરાતી પોર્ટલ ઉપર
માણો શ્રી ચિદાનંદ સ્વામીજીના અદ્ભૂત પ્રવચનોનો આસ્વાદ શ્રી રજનીકાંત રાવલના અદભુત સ્વરે આપના પોતાના ગુજરાતી પોર્ટલ ઉપર
આજે વિશ્વ કવિતા દિવસ આજે વિશ્વ ચકલી દિવસ કવિતા તો ઊડણ ચરકલડી જેવી એને અઢળક લડાવો ભલે લાડ આવે તો આવીને બેસે પણ જંપીને બેસવાની એય માંડ માંડ આવે ને બેસે ને બેસે ને ઊડે એનો ચરકલડી જેવો સ્વભાવ તોય એનો છે મનને લગાવ મારી કવિતા તો છે ચરકલડી જેવી એ આવીને બારીમાં બેસે બારીએથી ઊડીને ઘરમાં આવે ને પંખાની પાછળ પણ પેલે પંખેથી ઊતરીને સામે આવે એને નડતર નહીં કોઇ અભાવ એનો ચરકલડી જેવો સ્વભાવ એને ન જોઇએ ગાદી કે પાટલા ઝૂલા કે રેશમિયા ઢોલિયા સ્હેજે સમજાય એવી સાદી ને સીધી એ પળમાં અરથ એણે ખોલિયા અમથી અમથી જ...
દીકરી તારી સાથે જોડાતી કેટલી બધી ઉક્તિ ! દીકરી સાપનો ભારો, દીકરી તુલસી ક્યારો , દીકરી ઘરનો દીવો, દીકરી વ્હાલનો દરિયો , પુત્રી પુત્રસમોવડી, દીકરી ને ગાય દોરે ત્યાં જાય…. અને હજીય લંબાઇ શકે આ લાગણીભરી યાદી. પણ વિચારું છું તો લાગે છે કે તું તો છે નિત્યનૂતના સંજોગ બદલાય ને તારું સ્વરુપ બદલાય જોનારની આંખ બદલાય ત્યાં તારું રુપ બદલાય. દીકરી સૌથી સુંદર ક્યારે લાગે , કહું ? પિતાની પડખે હોય ત્યારે. જોનારને લાગે કે દીકરી છે પિતાને પડખે ,બાપુને ટેકે. પણ પિતા જાણે છે કે આમાં કોણ છે કોને પડખે ને કોણ છે કોને ટેકે. આ ક્ષણે સહુથી...
તમે તો કહો કે stress નહીં લેવાનું એમ તો અમેય મિત્રોમાં કહીએ કે just chill પપ્પા મમ્મી પણ કહે છે જ કે ચિંતા નહીં, આવડે એટલું લખવાનું. પાડોશી કહે છે કે છેલ્લી ઘડીએ વાંચવાનો કૈં અર્થ નહીં . એ કોઇ ખોટા પણ નથી. પણ હું કહું એ તમેય સાંભળો ને ? આમ છેલ્લી ઘડીએ સારું સારું કહેવાનોય કૈં અર્થ ખરો ? હું ડોક્ટર બનું કે CA એ ક્યારનુંય નક્કી હતું ! રમત રમું એ સારું જ છે પણ એમાં કૈં career ના બને. ગાવા વગાડવાનું , નાચવા , ચિતરડા કરવાનું બધું બેઘડી બરાબર પણ ધો. ૮ માં આવો કે બધું...
જાપાન માં પરીક્ષા ના પહેલાં બાળકો ના માતપિતા ને સ્કુલ ના આચાર્ય એક પત્ર લખ્યો જેનો ગુજરાતી માં અનુવાદ નીચે પ્રમાણે છે વ્હાલા વાલી મિત્રો મને ખબર છે કે તમે તમારા બાળક ના પરીક્ષા માં સારા પ્રદર્શન ને લઇ ને ખુબજ ચિંતિત છો. પરંતુ એક વસ્તુ યાદ રાખજો આ જે બાળકો પરીક્ષા આપી રહ્યા છે તેમાં કેટલાક ભાવિષ્ય ના સારા કલાકાર પણ છે જેમને ગણિત શીખવાની કોઈ જરૂર નથી આમાં કેટલાક ભવિષ્ય ની મોટીમોટી કંપની ના પ્રતિનિધિ પણ બેઠા છે જેમને ઇતિહાસ કે સાહિત્ય સમજવા ની કોઈ જરૂર નથી. આ બાળકો માં કેટલાક મહાન સંગીતકાર પણ છે જેમને વિજ્ઞાન ના...
વાત વણસી જાય એવું છે હવે, આંખ વરસી જાય એવું છે હવે, વેદનાઓ ઉંચકીને હું ફર્યો દિલ કણસી જાય એવું છે હવે, કાળજું કાપી જશે વાતો હવે, કોઈ ફરસી જાય એવું છે હવે, દૂર ચાલી નીકળ્યા છો આપ પણ આંખ તરસી જાય એવું છે હવે, રાહ જોવામાં વિતે છે જિંદગી, સાવ નરસી જાય એવું છે હવે, હિંમતસિંહ ઝાલા
બચપનની એ મારી ધીંગામસ્તી, ક્યાં ગયા એ, મારા પેપર પસ્તી? સંઘરી રાખેલી સૌ યાદ અમારી, ઢીંગલા,ઢીંગલી ને ઘરવખરી. વીત્યો એ અનમોલ જમાનો, યાદો રહી ગઈ, મનમાં સઘળી. લાખો લુટાવતાય,નથી મળતી, પાછી હવે એ,મારી હસ્તી. આપી શકે તો,આપને ઈશ્વર, બાળપણાની 'ખુશી' ,વરસતી. આપ ને પાછા, એ ધીંગામસ્તી, છુટી ગયેલી,વ્હાલની વસ્તી. નિધી મહેતા 'ખુશી'
તું મને રોજ મળે ને હસે છે આ હસવાનો તારે શોખ છે કે શું કેમ? કેમકે મને ત્યાં પ્રેમ થઈ જાય છે , હોઠ ચૂપ રાખી ના બોલવું આ તારો મૌન વ્રત છે કે શું કેમ ? કેમકે મને ત્યાં પ્રેમ થઈ જાય છે તારી આંખો જોઈ રહી મને ના છટકે ક્યાંય નજર તને આ જાંખવાનો શોખ છે કે શું કેમ? કેમકે મને ત્યાં પ્રેમ થઈ જાય છે મને ખબર છે શરમ લાગે છે તને બોલતા પણ આ શરમ ક્યાં સુધી બોલ કાંઈક તું ના બોલી શકે તો કાંઈ નહીં હું બોલી દઉં બોલવા ગયો ને ત્યાં જ મને બ્લોક...
ત્યારે પણ અત્યારે પણ... ટિક ટિક ટિક ઘડિયાળ ચાલતી ત્યારે પણ, અત્યારે પણ હવે નથી ઓફિસ જાવાનું ના કોઇ ઘરનાં કામે પણ ટિક ટિક ટિક ઘડિયાળ ચાલતી ત્યારે પણ અત્યારે પણ હવે લટકતો કોટ કબાટમાં, લંચબોક્સ અભરાઇ પર હાથરુમાલ ને પેન ને પાકિટ, બ્રીફકેસ પણ ટેબલ પર ચશ્મા કેવળ રહ્યા સાથમાં , ત્યારે પણ અત્યારે પણ છાપું લઇને હીંચકે બેસું કોફી પીતાં ઝૂલું છું છેલ્લું પાનું વાંચું છું ત્યાં પહેલું પાનું ભૂલું છું કોફી,હીંચકો, છાપું સાથી , ત્યારે પણ અત્યારે પણ આમ તો સહુ છે આસપાસ પણ કોઇની પાસે સમય નથી પત્ની મસ્ત છે પોતાનામાં એવું નથી કે પ્રણય નથી...
ખાન-પાનની કેટલીક ખોટી આદતોના કારણે સ્વાસ્થ્યને ઘણાં ગંભીર નુકસાન થઈ શકે છે. આપણામાંથી મોટાભાગના લોકો ભોજન બાદ કેટલીક ભૂલો કરે છે, જેના કારણે આપણા સ્વાસ્થ્યને નુકસાન થાય છે, તેમાં પણ રાતના ભોજન બાદ આ ભૂલો તો ન જ કરવી જોઈએ. આપણામાંથી મોટાભાગના લોકો રાત્રે જમ્યા બાદ સીધા બેડ પર સૂવા જ જાય છે. કોઈ શારીરિક ગતિવિધિ કરવાનું ટાળે છે અને સાફ-સફાઈનું ધ્યાન પણ નથી રાખતા. પરંતુ લોકો જાણતા નથી કે, આપણી રોજની આદતોના કારણે જ ભવિષ્યમાં કેટલાંક માઠાં પરિણામો ભોગવવાં પડી શકે છે. ભોજન બાદ આપણા હાથ અને મોંમાં નુકસાનકારક બેક્ટેરિયા હોય છે, જે આંતરડાં માટે નુકસાનકારક હોય છે.જો તમે...
કુખમાં રહું છું ને રાખી શકું છું… ભલે નથી ભગવાન હું તો પણ જન્મ આપી શકું છું…. છે મારા માં તાકાત કે હું દેશ ને વીર આપી શકું છું.. ભલે રહું પોતે અભણ પણ જિંદગી ના પાઠ ભણાવી શકું છું… આવડતું નથી ગણિત ભલે પણ હિસાબ રાખી શકું છું… ઓછી આવકે પણ ઘર ચલાવી શકું છું… જરા અમથું સ્મિત મળે તો નીખરી શકું છું…. ભલે ના વાપરું મોઘાં પ્રસાધનો પણ હું સુંદર લાગી શકું છું… હોય સાથ જો પરિવાર નો તો હું કંઈ પણ કરી શકું છું.. પરણીને ભલે આવી પારકી હું… પોતાની આવડતે હું બીજાને પોતાના કરી શકું છું…...
© 2023 MediaHives - All Right Reserved by iGujju.
© 2023 MediaHives - All Right Reserved by iGujju.