માણો શ્રી ચિદાનંદ સ્વામીજીના અદ્ભૂત પ્રવચનોનો આસ્વાદ શ્રી રજનીકાંત રાવલના અદભુત સ્વરે આપના પોતાના ગુજરાતી પોર્ટલ ઉપર
માણો શ્રી ચિદાનંદ સ્વામીજીના અદ્ભૂત પ્રવચનોનો આસ્વાદ શ્રી રજનીકાંત રાવલના અદભુત સ્વરે આપના પોતાના ગુજરાતી પોર્ટલ ઉપર
આજ થી વીસ વરસ પેલા આંગણા નું ખૂબ મહત્વ હતું મારી , ઇટ,કપચી ,રેતી ,અથવા છાણ થી બનેલા આંગણા માં એક તુલસી નો ક્યારો જેમાં એક દીવો ને વડ, પીપળા,બદામ નું મોટું ઝાડ સવારે ચાર વાગ્યે વહુ ઉઠે કે સૌથી પેલા આંગણા ને સાફ કરી તુલસી ને દીવો કરે એની કાચ ની બંગડીઓ , ને છન છન કરતા જાંજર નો રણકાર આહાહા આખું આંગણું જીવી ઉઠે સાસરી મા પેહેલા ગમન એજ આંગણિયે થાય વરસ ના પાપડ ,અથાણાં ,મરચા સારેવડા બધું જ ત્યાં બને જન્માષ્ટમી ,હોડી ,દિવાળી નવલા નોરતા ની રમઝટ એ પણ આજ આંગણે શુભ લગ્ન માં તો પીઠી ,...
સાવ ખુદથી અજાણ રાખ્યા તા બે'ક ભાથામાં બાણ રાખ્યા તા કોક ઝૂલતો રૂમાલ રાખેને ! એમ ખિસ્સામાં પ્રાણ રાખ્યા તા કોક દોડી હલેસા લઈ આવ્યું કોકે તૈયાર વહાણ રાખ્યા તા બચ્ચ કહેતા જ માર્ગ ચીરી દે એમ ઘોડે પલાણ રાખ્યા તા તારા ખંજરની આબરૂ ખાતર દાગ મેં લોહીઝાણ રાખ્યા તા Chandresh Makwana
જગત કે સંસારની એક મોટી કમનસીબી કે કરુણતા એ છે કે એકનું સત્ય બીજાને અસત્ય લાગે છે. એટલે ખબર જ નથી પડતી કે સાચું શું છે અને સત્યનું વાસ્તવિક સ્વરૂપ શું છે. આમ પણ સત્ય કદાપિ જડ ઇન્દ્રિયોની પકડમાં આવી શકે જ નહીં કેમકે ઇન્દ્રિયોની એક સીમા છે જ્યારે સત્ય અસીમ છે. આપણે દરેક પદાર્થને તેના ગુણધર્મને આધારે એટલે કે રંગ રૂપ આકાર વગેરેને આધારે ઓળખવા ટેવાયેલા છીએ. પરંતુ સત્યનો તો કોઈ આકાર કે રંગ રૂપ છે જ નહિ તો તે દેખાય કે ઓળખાય કેવી રીતે. સામાન્ય સમજણ અનુસાર જો સાક્ષાત્કાર શબ્દને સમજીએ તો સાક્ષાત એટલે પ્રત્યક્ષ કે રૂબરૂ અને...
માર્કેટિંગ એટલે કે માર્કેટમાં તમારી પ્રોડક્ટ કે સર્વિસને સફળતા પૂર્વક પદાર્પણ કરાવવાની કળાં. માર્કેટિંગ ફક્ત કળા જ નહિ પરંતુ ઊંડું વિજ્ઞાન છે, જેમ વિજ્ઞાનની અંદર દરેક પદાર્થના ગુણધર્મો ચકાસી અને તે પ્રમાણે રિએક્શન ઉદ્ભવતા હોય છે તેમ માર્કેટિંગમાં પણ પ્રોડક્ટના કે સર્વિસના ગુણધર્મો તપાસી તેને સાંકળતી ચેનલ શોધી અને વિજ્ઞાપિત કરવામાં આવતા હોય છે. "માર્કેટિંગ એ પ્રવૃત્તિ, સંસ્થાઓનો સમૂહ અને ઓફરિંગ બનાવવા, વાતચીત કરવા, પહોંચાડવા અને વિનિમય કરવા માટેની પ્રક્રિયાઓ છે જે ગ્રાહકો, ગ્રાહકો, ભાગીદારો અને સમાજ માટે મોટા પ્રમાણમાં મૂલ્ય ધરાવે છે." - અમેરિકન માર્કેટિંગ એસોસિએશન "માર્કેટિંગ એ વ્યક્તિગત અને સંસ્થાકીય ધ્યેયોને સંતોષતા એક્સચેન્જો બનાવવા માટે કલ્પના, કિંમત, પ્રમોશન...
કોલસે સળગતી એને દીઠી, ચોમાસે લાગે છે મીઠી, એની છે અનેરી વાત, દેખાવે લાગે તે દાંત. 👉 મકાઇ નર બત્રીસ અને એક છે નારી, જુઓ જગતમાં છે સૌની પ્યારી, કહો કરીએ મનમાં પુરો વિચાર, મરે પહેલા નર અને જીવે નાર. 👉 જીભ હાથમાં એ તો લાગે નાનો, પણ દુનિયાનો તે ખજાનો, હોય પાસે તો વટ પડે, વારંવાર ‘હલો’ તે કહે. 👉 મોબાઇલ મારે ટોડલે બેસે છે, ટેહુક ટેહુક કરતો ભાઈ ઠૂમક ઠૂમક કળા કરે કલગીવાળો એ છે ભાઇ. 👉 મોર કલબલ એ તો કરતી જાય ઠૂમકા મારે એ તો ભાઈ ચાલે એ તો ધીમી ચાલ નાના પરીવારની એ જાત. 👉 કાબર વાઘ કેરી હું છું માસી ઘરના...
ઝાંખા પ્રકાશની ચમક સાથે, મોહિતના રૂમમાંથી એક હળવો અવાજ આવી રહ્યો હતો, જાણે ટાયર ઘસાઈ રહ્યા હોય અને કાર એકબીજા સાથે અથડાઈ રહી હોય. જગમાં પાણી ભરવા કિચનમાં જતી વખતે, મેઘાની નજર હોલમાં પૂર્વજોની ઊંચી લોલક ઘડિયાળ ઉપર પડી. તેના અંક અડધી રાતના ૨.૦૦ વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. આ નિશાચર કલાકે તેનો તેર વર્ષનો પુત્ર શું કરી રહ્યો હતો? તરસ ભૂલી જતા, મેઘા ધીમેથી તેના પુત્રના રૂમમાં દાખલ થઈ. ટેબલ લેમ્પના પ્રકાશમાં તેનો ચહેરો દેખાયો, તે ટેન્શનમાં લાગી રહ્યો હતો. તેણે રિમોટ કન્ટ્રોલ ટાઈટ પકડી રાખ્યો હતો અને સંપૂર્ણ ધ્યાન મોનિટર પર હતું. એક ઊંડો નિસાસો ભરતા મેઘાએ...
છોગાળા હવે તો છોડો વાડની ઓથે એક બખોલ. એમાં રહે સસલાભાઈ ને સસલીબાઈ. એમને બચ્ચા બે. નાનાં ને રૂપાળા. ધોળા તો જાણે રૂ ના પોલ ! દિ ઊગેને સસલો – સસલી નીકળી પડે ચારો ચરવા. બચ્ચાને રાખે બખોલમાં નીકળતી વખતે બચ્ચાને કહે, “ આઘાપાછા થશો નહીં, બખોલ બહાર નીકળશો નહીં. પણ બચ્ચા તે બચ્ચા. એકલા પડ્યા નથી કે બહાર નીકળ્યા નથી, નાચે, કુદે ને ગેલ કરે. અમરકથાઓ એક વાર બચ્ચા રસ્તા વચ્ચે રમે. ત્યાંથી નીકળ્યા હાથીભાઈ. હાથીભાઈ શાણા. થોડીવાર બાજુ પર ઊભા રહી ગયા, તોય બચ્ચા ખસે નહી. હાથી કહે, “અલ્યા છોકરાં, તમારી માં ક્યાં છે ? “ બચ્ચા કહે,...
આખરે ઉજાગરાનો અંત આવ્યો: લગન ઊકલી ગયાં. મા હવે ઘરની ચીજવસ્તુઓ ગણે છે સંભારી સંભારી મેળવે છે સંભાળી સંભાળી ગોઠવે છે: થાળી, વાડકા, ગ્લાસ, ડિશ- બધું બરાબર છે ક્યાંય કશુંય ખોવાયું નથી કશુંય ગયું નથી- પણ અચાનક કંઈક યાદ આવતાં એ ઓરડા વચ્ચે ઊભી રહી જાય છે આંખોમાંથી ટપકું ટપકું થાય છે ખારો ખારો પ્રશ્ર: ‘મારી દીકરી ક્યાં?’ ~ જયંત પાઠક
બદમાશ – ઝવેરચંદ મેઘાણી, રેલગાડીની મુસાફરી દરમિયાન આકસ્મિક જ રામલાલ પોતાની પત્નિને બદમાશોથી ભરેલા ડબ્બામાં મુકીને આવે છે, અને પછી સત્યની જાણ થતા તેને બદમાશોથી બચાવવા કેવા પ્રયત્નો કરે છે, તેમ જ ડબ્બામાજ બેઠેલ રુક્મણિનુ શુ થાય છે ? બદમાશ આગગાડીનાં પૈડાંએ પહેલું ચક્કર ફરી લીધું હતું. રામલાલભાઈએ બારણું ખોલી પત્નીને છેલ્લા ડબામાં હડસેલી તેટલામાં તો પૈડાં ગુંજવા લાગ્યાં. ત્રણ બાળકોને તેમ જ ટ્રંક-પોટલાંને તો રામલાલે બારીમાંથી જ અંદર ફંગાવ્યાં. રુક્ષ્મિણીએ એ પછડાટમાં ઊઠી પેટી તથા બાબો સંભાળ્યાં નહિ ત્યાં તો ટ્રેઈન સ્ટેશન-યાર્ડને લાંઘી ગઈ. ખાલી પડેલા પ્લેટફોર્મ પર જે કોઈ આ દ્રશ્યના સાક્ષીઓ હતા તેમણે રામલાલના માથા પર તડાપીટ...
એક હતો તરવાડી. એનું નામ હતું દલો. દલા તરવાડીની વહુને રીંગણાં બહુ ભાવે. એક દિવસ દલા તરવાડીની વહુએ દલા તરવાડીને કહ્યું – તરવાડી રે તરવાડી ! તરવાડી કહે – શું કહો છો ભટ્ટાણી ? ભટ્ટાણી કહે – રીંગણાં ખાવાનું મન થયું છે. રીંગણાં લાવોને, રીંગણાં ? દલો તરવાડી કહે – ઠીક. તરવાડી તો પછી હાથમાં ખોખરી લાકડી લઈ ઠચૂક ઠચૂક ચાલ્યા. નદીકાંઠે એક વાડી હતી ત્યાં ગયા; પણ વાડી એ કોઈ ન હતું. તરવાડીએ વિચાર કર્યો કે હવે કરવું શું ? વાડીનો ધણી અહીં નથી અને રીંગણાં કોની પાસેથી લેવાં ? છેવટે તરવાડી કહે – વાડીનો ધણી નથી તો વાડી...
© 2023 MediaHives - All Right Reserved by iGujju.
© 2023 MediaHives - All Right Reserved by iGujju.