માણો શ્રી ચિદાનંદ સ્વામીજીના અદ્ભૂત પ્રવચનોનો આસ્વાદ શ્રી રજનીકાંત રાવલના અદભુત સ્વરે આપના પોતાના ગુજરાતી પોર્ટલ ઉપર
આંસુઓનો ભાર લાગે છે અહીં
આંસુઓનો ભાર લાગે છે અહીં, દર્દની આ મોકાણ લાગે છે અહીં, માત્ર બે ડગલાં હશે અંતર છતાં, આવતાં તો વાર લાગે છે અહીં , તું નથી, કાઈ નથી સંસારમાં, જિંદગી બેકાર લાગે છે અહીં, છે વિરહની વેદના હવે તો ઘણી જો સુનો સંસાર લાગે છે અહીં, જિંદગી શોભાવવા માટે હવે, પ્રેમનો શણગાર લાગે છે અહીં, હિંમતસિંહ ઝાલા