ઘણી વાર મુશ્કેલીઓથી લડતાં લડતાં એવું લાગે કે બસ તમે જ આટલાં દુખી હશો. બીજું કોઈ માણસ તમારા જેટલું દુઃખી નહિ હોય. પણ શું એ વાત સાચી છે? ચાલો જાણીએ ચાણક્ય શું કહે છે?
ચાણક્ય કહે છે કે એવું કદી બની જ ન શકે કે માણસના જીવનમાં દુઃખ ન હોય. દરેક માણસને કંઇક તો દુઃખ હોય જ છે. કંઈક પીડા તો હોય છે. કંઈક દોષ તો તેમનામાં પણ હશે. તેથી એવું કદી નહિ વિચારવું કે તમારાં સિવાય બીજું કોઈ દુઃખી નથી. આ જ છે જીવન. અને આ નિયમ કદી બદલાશે નહિ.
આજે આપણે આ સવાલનો જવાબ પણ જાણી ગયાં. આવા જ અનેક સવાલોના જવાબ ચાણક્ય નીતિમાંથી મળે છે.
VR Niti Sejpal