મોબાઈલ સેફટી એ આધુનિક યુગની ખુબજ જટિલ સમસ્યા છે. લોકોના ફોન ચોરાઈ જવા અને હેક થઇ જવાના કિસ્સાઓ ઉત્તરોત્તર વધી રહ્યા છે. આવા વાતાવરણમાં તમારા મોબાઈલની સુરક્ષા માટે નીચે જણાવેલ સાવચેતી રાખવી જરૂરી બને છે.
મોબાઈલ સુરક્ષા માટે ધ્યાનમાં રાખવા જેવી મુખ્ય બાબતો :
૧ . તમારો ફોન અજાણ્યા વ્યક્તિને અનલોક કર્યા વગર જ આપવો, જો ફોન જોડી આપવાનું કહે તો નંબર લગાડી અને લોક બટન દબાવી અને આપી શકાય છે.
૨ . મેસેજ માં કોઈપણ લોભામણી ઓફર કે લિંક ક્લિક કરી અને ઇનામ કે ટોક ટાઈમ મેળવો તેવું આવે તો તેને અનુસરવું નહિ, ફોન કંપનીને કસ્ટમર કેયર માં કોલ કરી ને જાણકારી મેળવવાનો આગ્રહ રાખવો.
૩. કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરો તે ગુગલના સ્ટોરે કે એપ્પલના સ્ટોર પરથી જ કરવી, લિંક દ્વારા કરેલી એપ્લિકેશન વાપરવાનો આગ્રહના રાખવો.
૪ . ફોનમાં પાસવર્ડ / ડિઝાઇન લોક જટિલ રાખવું, અને સ્ક્રીનને સાફ કરતા રહેવું જેથી તમારા આંગળીના નિશાનને જોઈને લોકો પાસવર્ડ જાણી ના શકે.
૫ . ફેસબુક, વોટ્સએપ વિગેરે પર માર્યાદિત માહિતી મુકવી, ઓટો અપલોડ ફંક્શન બંધ રાખવું જેથી જો કોઈ અગત્યની માહિતીનો કોઈ ફોટો લીધો હોય તો તે અપલોડ ના થઇ જાય.