– અત્યારે જયારે માર્ક ઝુકરબર્ગ પાસે ત્રણ કોન્સેપચુઅલ એપની મોનોપોલી છે જેમાં વોટ્સએપ (સૌથી વધુ યુઝર વળી ચેટ એપ) ફેસબુક (સૌથી વધુ યુઝર વળી સોશ્યિલ મીડિયા એપ)અને ઇન્સ્ટાગ્રામ (સૌથી વધુ યુઝર વળી ફોટો શેરિંગ એપ) ત્યારે ડેટા બાબતે આ અભિગમ આવવો એ સામાન્ય છે. યુઝર ને ગ્રાહકમાં કન્વર્ટ કરવા આ જ મુખ્ય શસ્ત્ર છે
– વોટ્સએપ્પ જ નહિ પરંતુ ગુગલ અને એપલ પણ તમારા ડેટાને પોતાના સર્વર ઉપર રાખે જ છે અને તેઓ માર્કેટિંગ માટે વાપરી જ રહ્યા છે, અને જયારે તમે એન્ડ્રોઇડ ફોન એક્ટિવ કરો છો ત્યારે ટર્મ એન્ડ કન્ડિશન માં આ ડેટા માટેની ટર્મ્સ તમને “એક્સેપટ” કરાવે જ છે. તેની ટર્મ મુજબ ફક્ત તમારુ નામ શેર નહિ થાય પરંતુ તમે શું એક્ટિવિટી કરો છો, તેની ઉપર થી તમારા પર્સોના ડિફાઇન થાય અને તે મુજબની પ્રોડક્ટ તમને પીરસાશે જેથી તમે તેને ખરીદો.
– આ વિશેની રિસર્ચ દ્વારા એક સાઇન્સ ઉભું થઇ રહ્યું છે જેને “ન્યુરોમાર્કેટિંગ” કહેવાય છે, જેમાં તમે જે જુવો છો અને તેને પસંદ કરો છો તેના ડેટા દ્વારા તમને તેને લગતી પ્રોડકટ કઈ રીતે વેચી શકાય અને તેના માટે સુટેબલ ડિઝાઇન્સ અને વર્ડ્સ કેવી રીતે એડમાં મુકવા જેથી તેનું વેચાણ થઇ શકે તેનું અવલોકન થાય છે. આ કોન્સેપટ અમેઝોન, ફેસબુક અને ગુગલ છેલ્લા 5 વર્ષોથી ડેવલપ કરી રહ્યું છે.
– મારો અભિપ્રાય એ જ છે કે જો તમે તમારા શોપિંગ અને ઓનલાઇન સબસ્ક્રીપશન ઉપર કંટ્રોલ કરી શકવા શક્ષમ હોવ, અને વોટ્સએપની તમને શોપોહોલીક બનવાની યોજના ને નિષ્ફળ કરવામાં માનસિક રીતે મજબૂત હોવ તો બિન્દાસ્ત વોટ્સએપ વાપરો, અથવા થોડા ઓછા ડેટા શેર કરવાનો દાવો કરતી અન્ય એપ જેવીકે ટેલીગ્રામ કે વાઇબર વાપરી શકો. પરંતુ જ્યાંસુધી ચીન ની જેમ ભારત પણ “વી ચેટ” જેવી સ્વદેશી એપ નહિ બનાવે જેનું સર્વર અને ડેટા સ્વદેશ માં સ્ટોર થાય અને સેફટી ટીયર્સ સ્ટાન્ડર્ડ ને મેચ કરે ત્યાં સુધી આ સમસ્યાનો કોઈ ઉકેલ લાવવો મુશ્કેલ છે . હું ફરી કહું છું કે મુશ્કેલ છે પણ અસંભવ નથી !!
– પરંતુ સાઇબર સેફટી વિષે જો તમે અત્યારના સમયમાં ખુબ જ ચિંતિત હોવ તો સ્માર્ટફોન ના બદલે બટન ફોન વાપરો..
Related