“શું ખોવાય છે?”
જીવન જીવાય છે એવી ઢબ થી
ના સાચું ના ખોટું એ સમજાય છે,
જીવવાનું ઝાલ્યું છે જ્યારે
બધુંય એમજ નીકળી જાય છે,
ક્યારેક થાય છે એવી મસ્તી
હસતા હસતા જીવન જીવાય છે,
ક્યારેક અજુગતું થઈ જતા
હું જીવું છું કેમ? એમ થઈ જાય છે,
ના કરતા કોઈ આપણાનું હ્રદય
આપણાથી જ ઘવાઈ જાય છે,
એ ટાણે એમ થઈ જાય છે કે
આપણું જ માણસ કેમ ઘવાય છે !
નથી સમજાતું જીવનમાં
કેમ કરી અજુગતું થાય છે !
સાચી વાત સમજાય છે જ્યારે
થયેલ બધુજ વહી જાય છે,
બધી વાતો હું નથી કરી શકતો
ખુદના હ્રદયમાં એ સચવાય છે,
યાદ આવી જાય છે બધુંજ એ થયેલું
એનાથી ખૂબ પછતાવો હંમેશ છવાય છે,
જીવન જોડે હંમેશ એક વાત
એવી રીતે પૂછાય છે!,
સાચું કહે તું એ જીંદગી,
તારે શું ખોવાય છે ?
ખુદ ભોંકી છે છરી હ્રદયમાં અને
ખુદનુ ગળુ કપાય છે,
શું એનાથી બચવાનો
કોઈની જોડે કાંઈ ઉપાય છે?
– સંકેત વ્યાસ (ઈશારો)