વાળની અનેક સમસ્યામાં આપણે આજે સર્વસામાન્ય તકલીફ વિશે વાત કરીશુ.ડેન્ડ્રફની તકલીફ બધાને થતી જ હશે.ઘણીવાર વાતાવરણની અસર,ઋતુ પરિવર્તન,વાળ માંથી યોગ્યરીતે તેલ દૂર થવું નહિ,પોષણયુકત આહારની કમી,તણાવ વગેરે પરિબળો અસર કરે છે.ડૅન્ડ્રફ દૂર કરી વાળની યોગ્ય માવજત લેવી જરૂરી છે નહીંતર હેરફોલની સમસ્યા વધે છે.
તેને દૂર કરવા પ્રથમ પગલું છે વાળ નિયમિત શેમ્પુ વડે સાફ કરવા.અઠવાડિયામાં ઓછાંમાં ઓછા 3 વખત હેરવૉશ કરવા જરૂરી છે..જેથી સ્કેલ્પ ઓઈલી બનતી નથી અને ડેન્ડ્રફનું પ્રમાણ ઘટે છે.

➔ટી ટ્રી ઓઇલ: તે એન્ટી ફંગલ અને એન્ટીબેકટેરીઅલ ગુણધર્મ ધરાવતું હોવાથી વાળની ખુબજ અસરકારક રીતે માવજત કરે છે.જયારે તમે શેમ્પુ કરો છો ત્યારે શેમ્પુમાં 4 ટી 5 ડ્રોપ ટી ટ્રીઓઈલના ઉમેરી હેરવોશ કરવા.તે વાળને ડેન્ડ્રફ મુકત રાખવા મદદ કરશે.
➔ હેરઓઇલ અવોઇડ કરવું : જે લોકોને ખુબ વધુ પ્રમાણમાં ડેન્ડ્રફની તકલીફ રહેતી હોઈ તેઓને ઓઇલ કરવાથી દૂર રહેવું અથવાતો,ઓઈલને લાંબા સમય સુધી વાળમાં રાખી મૂકવું નહિ.ઓઇલ યોગ્ય રીતે સાફ ના થવાથી પણ સ્કેલ્પમાં ડેન્ડ્રફનું પ્રમાણ વધતું જાય છે.બને ત્યાંસુધી નોનસ્ટિક ઓઇલ લગાવવું.
➔લીમડાંના પાન : લીમડના પાન ખુબજ જૂનો અને જાણીતો ડેન્ડ્રફ માટે ઘરેલુ ઉપચાર છે.પરંતુ યાદ રહે લીમડાના પત્તા ડાયરેક્ટ ઉપયોગમાં ક્યારેય લેવા નહિ.તેને અન્ય રીતે રૂપાંતરિત કરી વાપરવા.જેમકે લીમડાના પાન પાણીમાં ઉકાળી તે પાણી વડે વાળ સાફ કરવા.તેલમાં લીમડાના પાન ઉકાળી તેલ તૈયાર કરવું.
➔દહીં : એક કપ દહીં અને તેમાં થોડો લીંબુનો રસ ઉમેરી સ્કેલ્પમાં લગાવી 10 થી 15 મિનિટ સુધી રાખીમુકો.ત્યાબાદ માઈલ્ડ શેમ્પુ વડે વાળ સાફ કરીલો.જે વાળને કુદરતી રીતે મોઇશ્ચરાઇઝ કરે છે.
ઉપરોક્ત દરેક સરળ ટિપ્સ વાળને ડેન્ડ્રફ મુક્ત રાખવા મદદ કરશે.
Related