અખંડ ઝળહળે દીપકની જેમ સદાય,
હીરો શોધે કચરામાંથી પણ એ શિક્ષક.
ઉજાસ ફેલાવે તમસમાંથી જિંદગીનો,
અંતર આત્મામાં દીપક પ્રગટાવે એ શિક્ષક.
કાન પકડી કક્કો બારખડી શીખવાડે,
જ્ઞાનની સરિતા અખંડ વહેડાવે એ શિક્ષક.
પ્રેમ, હૂંફ ને લાગણીથી માથે હાથ ફેરવે,
સાચા ખોટા નો ભેદ સમજાવે એ શિક્ષક.
કઠિન માર્ગને સરળ બનાવી મંઝિલ દેખાડે,
પુસ્તકનો મહિમા સમજાવે એ શિક્ષક.
અમર તો આ દુનિયામાં કોઈ જ નથી,
શિક્ષણ રૂપી અમૃત પીવડાવે એ શિક્ષક.
નિતેશ પ્રજાપતિ (નિહર્ષ)