ઉદ્યોગપતિ: “શિક્ષકો તમારે બદલાવું જોઈએ.
આઉટડેટેડ પેટર્ન પર ચાલી રહ્યાં છો…
શિક્ષિકા: “તમે કોફી કંપનીના માલિક છો ને સાહેબ? તમે કેવા ‘બી’ખરીદો?”
ઉદ્યોગપતિ: “સુપર પ્રીમિયમ.. Of course. ”
શિક્ષિકા:”અને ખરાબ ક્વોલિટીના આવી જાય તો?”
ઉદ્યોગપતિ: “પાછા આપી દેવાના. સારા જ ખરીદવાના હોય ને વળી”.
શિક્ષિકા: “સાહેબ,અમારી પાસે બધા પ્રકારના ‘બી’આવે..રંગ-સ્વાદ-ગુણ વગરનાં……
અમે ક્યારેય પાછા નથી મોકલતાં..
એ જ બી નું નવનિર્માણ કરીએ છીએ.
અમે શિક્ષક છીએ…
ઉદ્યોગપતિ નહીં…