100 વિદ્યાર્થીઓના એક હોસ્ટેલના કેન્ટીનમાં રોજરોજ દાળભાતનુ ખાઈ ખાઈ ને કંટાળેલા 80 વિદ્યાર્થીઓએ હોસ્ટેલના ગૃહપતિને ફરીયાદ કરી કે અમારે રોજરોજ દાળભાત જ ખાવાના ? કાંઈક નવું તો આપો.
આ 100 લોકોમાથી 20 લોકો એવા હતા જેને દાળભાત બહું જ ભાવે. એ લોકો એમ ઈચ્છતા હતા કે દાળભાત તો રોજ જોઈએ. જ્યારે બાકીના 80 લોકો અલગ શાકની માંગણી કરી રહ્યા હતા.
ગૃહપતિ એ વિચારીને નકકી કર્યુ કે આપણે વોટીંગ કરીએ. જે સબ્જી ને સહુથી વધારે વોટ મળે તે આપણે બનાવડાવીશુ.
ચૂંટણી થઈ…..
જેમને દાળભાત પસંદ હતાં એ 20 લોકોએ દાળભાત માટે મત આપ્યો.
બાકીના 80 લોકોએ અંદરો અંદર કોઈ વાતચિત ના કરી અને પોતપોતાની પસંદ, ટેસ્ટ અને વિવેક પ્રમાણે મત આપ્યો.
હવે આમાંથી
14 લોકોએ રીંગણ ને મત આપ્યો.
16 લોકોએ બટાકા ડુંગળી ને મત આપ્યો.
18 લોકોએ કોબી ફલાવર ને પસંદ કરી મત આપ્યો.
12 લોકોએ સરગવાને મત આપ્યો.
10 લોકોએ મીક્ષ સબ્જી પુરી ને મત આપ્યો.
10 લોકોએ વળી પોતાની રીતે અલગ અલગ સબ્જી ને મત આપ્યો.
હવે વિચારો…
શું થયું હશે…???
એ કેન્ટીનમાં આજે પણ એ 80 લોકો રોજે રોજ દાળભાત ખાઈ રહ્યા છે
મતલબ….
કાંઈ સમજમાં આવે છે…????
જયાં સુધી 80% લોકો અંદરો અંદર જાત પાત, પંથ, પ્રદેશ, અને વિચારધારા ના લીધે બે ભાગમાં વહેંચાતા રહેશે ત્યાં સુધી 20% લોકો તમારા ઉપર રાજ કરતા રહેશે…
લેખક : અજ્ઞાત