મનુષ્યને જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવે છે. એ બધી મુશ્કેલીઓથી લડે પણ છે. પણ છેલ્લે એક સમય એવો આવે છે જ્યારે એ હાર માની લે છે. એ સમય ક્યારે હોય છે? શું કામ હોય છે? ચાલો, તેનો જવાબ જાણીએ.
ચાણક્ય કહે છે કે વ્યક્તિને જ્યારે પત્ની સાથ નથી આપતી, તેના ભાઈઓ તેને અપમાનિત કરે છે, તેના પર કર્જ ચઢે છે, તેને દુષ્ટ માલિકની સેવામાં રહેવું પડે છે, આવી પરિસ્થિતિઓમાં મનુષ્ય હાર માની લે છે. તે મનુષ્ય અગ્નિ વિના જ બળવા માંડે છે.
તેથી એક મનુષ્યને આવી પરિસ્થિતિમાં કદી નહિ નાખવાનું. નહિતર તે તૂટી જશે. સમાજ સાથે લડવાની તેની તાકત જતી રહેશે.
આ રીતે આપણને ચાણક્યના વિચારોથી આપણો જવાબ મળી ગયો કે એક વ્યક્તિ સૌથી વધારે દુઃખી ક્યારે થાય છે?
VR Niti Sejpal