• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Friday, August 12, 2022
  • Login
Submit Your Article
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    આ દૂધની બનાવટ પીવાથી કોલેસ્ટ્રોલ ઓછું થશે, હૃદયની બીમારીઓ પણ દૂર રહેશે.

    આ દૂધની બનાવટ પીવાથી કોલેસ્ટ્રોલ ઓછું થશે, હૃદયની બીમારીઓ પણ દૂર રહેશે.

    પગફેરાનો રિવાજ

    પગફેરાનો રિવાજ

    સૌ એ માન્યું આ પવિત્ર બંધન ,

    સૌ એ માન્યું આ પવિત્ર બંધન ,

    એક ચપટી ભભૂત

    એક ચપટી ભભૂત

    ચોમાસામાં માથામાં જૂ વધી ગયા છે? રસોડામાં હાજર આ 5 ઘરગથ્થુ ઉપાયોથી તમે રાહત મેળવી શકો છો

    ચોમાસામાં માથામાં જૂ વધી ગયા છે? રસોડામાં હાજર આ 5 ઘરગથ્થુ ઉપાયોથી તમે રાહત મેળવી શકો છો

    કાળાં ડિબાંગ વાદળોને

    કાળાં ડિબાંગ વાદળોને

    અન્નદાનને પૂર્ણદાન ગણવામાં શા માટે આવે છે?

    અન્નદાનને પૂર્ણદાન ગણવામાં શા માટે આવે છે?

    મિત્ર છું

    મિત્ર છું

    મા બોલ ~ એષા દાદાવાળા

    મા બોલ ~ એષા દાદાવાળા

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    સૌથી મોટી જીત ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને સૌથી નાની વયના વીવી ગિરી, જાણો 15 રાષ્ટ્રપતિ ચૂંટણીના રેકોર્ડ

    સૌથી મોટી જીત ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને સૌથી નાની વયના વીવી ગિરી, જાણો 15 રાષ્ટ્રપતિ ચૂંટણીના રેકોર્ડ

    વાતમાંયે મીઠું -મરચું નાખવાની ટેવ છે

    વાતમાંયે મીઠું -મરચું નાખવાની ટેવ છે

    ઘરની આ દિશામાં આ છોડ લગાવવાથી થશે ભાગલા! તેને તરત જ દૂર કરો

    ઘરની આ દિશામાં આ છોડ લગાવવાથી થશે ભાગલા! તેને તરત જ દૂર કરો

    શું સ્વાદ તેં આ દાળ-વડાંમાં ભર્યો, પ્રિયે!

    શું સ્વાદ તેં આ દાળ-વડાંમાં ભર્યો, પ્રિયે!

    ‘ધ ડે આઈ સ્ટોપડ ડ્રિન્કિંગ મિલ્ક’

    ‘ધ ડે આઈ સ્ટોપડ ડ્રિન્કિંગ મિલ્ક’

    નવું જીવન કેવી રીતે શરૂ કરવું ?

    નવું જીવન કેવી રીતે શરૂ કરવું ?

    ક્ષણિક તકલાદી કૃત્રિમ આનંદ માટે પતિ-પત્નીના ભાવાત્મક પવિત્ર સંબંધો પર રમૂજી વ્યંગ કેટલો યોગ્ય?

    ક્ષણિક તકલાદી કૃત્રિમ આનંદ માટે પતિ-પત્નીના ભાવાત્મક પવિત્ર સંબંધો પર રમૂજી વ્યંગ કેટલો યોગ્ય?

    પરિણામ

    પ્રોસેસ મહત્વ ની કે પરિણામ ??

    ડોબા જેવો બાપ

    ડોબા જેવો બાપ

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    એક ચપટી ભભૂત

    એક ચપટી ભભૂત

    અન્નદાનને પૂર્ણદાન ગણવામાં શા માટે આવે છે?

    અન્નદાનને પૂર્ણદાન ગણવામાં શા માટે આવે છે?

    મા બોલ ~ એષા દાદાવાળા

    મા બોલ ~ એષા દાદાવાળા

    સોમનાથ જ્યોતિર્લિંગનું મહત્વ

    સોમનાથ જ્યોતિર્લિંગનું મહત્વ

    ઘેવર રેસીપીઃ રાજસ્થાની સ્વીટ ઘેવર હવે ઘરે બનાવી શકાશે

    ઘેવર રેસીપીઃ રાજસ્થાની સ્વીટ ઘેવર હવે ઘરે બનાવી શકાશે

    લગ્ન માટે મેટ્રિમોનિયલ સાઇટ પર જીવનસાથી શોધી રહ્યાં છો? તો આ બાબતોનું રાખો ધ્યાન

    લગ્ન માટે મેટ્રિમોનિયલ સાઇટ પર જીવનસાથી શોધી રહ્યાં છો? તો આ બાબતોનું રાખો ધ્યાન

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ

    ઢોલ જેવા પેટને ફ્લેટ કરવા રોજ સવારમાં ‘આ’ ટાઇમે ખાઓ પનીર

    ઢોલ જેવા પેટને ફ્લેટ કરવા રોજ સવારમાં ‘આ’ ટાઇમે ખાઓ પનીર

    વાળમાંથી તરત જૂ કાઢો આ ઘરેલું ઉપાયથી, ખંજવાળ આવતી બંધ થઇ જશે

    વાળમાંથી તરત જૂ કાઢો આ ઘરેલું ઉપાયથી, ખંજવાળ આવતી બંધ થઇ જશે

    દેશી ઘી, આદુ અને તજ જેવા ઘરેલુ ઉપચારથી માઈગ્રેનનો દુખાવો ઓછો થશે, જાણો કેવી રીતે

    દેશી ઘી, આદુ અને તજ જેવા ઘરેલુ ઉપચારથી માઈગ્રેનનો દુખાવો ઓછો થશે, જાણો કેવી રીતે

    દરરોજ 30 મિનિટ માટે ડાન્સ કરો અને આ રોગોને ‘ગુડબાય’ કહો.

    દરરોજ 30 મિનિટ માટે ડાન્સ કરો અને આ રોગોને ‘ગુડબાય’ કહો.

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result

ADVERTISEMENT

વ્યક્તિત્વ વિકાસ માટે બ્રહ્મચર્ય પાલનની અનિવાર્યતા કેટલી?

શિલ્પા શાહ

iGujju by iGujju
in ધર્મ અને આધ્યાત્મિકતા, i - ગુજ્જુ, કલા-સાહિત્ય, ગુજજુકેશન, જાણવા જેવું, મહિલા વિશેષ, યુવા વિશેષ, વાર્તા અને લેખ
Reading Time: 1 min read
182 2
A A
0
207
SHARES
765
VIEWS
Share on WhatsappShare on Facebook

ગયા સપ્તાહે કોલેજમાં મે વ્યક્તિત્વ વિકાસ અંગેના એક સેમિનારનું આયોજન કરેલું જેમાં વ્યક્તિત્વ કોને કહેવાય, વ્યક્તિત્વ કેટલા પ્રકારના હોય, વ્યક્તિત્વ વિકાસ કરવાની જરૂરિયાત શું, એના માટે શું કરવું જોઈએ વગેરે ચર્ચા અંતર્ગત એક વકતા તરીકે મે કહ્યું કે વ્યક્તિત્વ વિકાસમા ચારિત્ર અને કૌમાર્યનું પણ ખૂબ મહત્વ છે કેમ કે તે વગર આંતરિક કે બાહ્ય કોઈ પ્રકારનું વ્યક્તિત્વ પ્રાપ્ત કરવું શક્ય નથી. જેના કારણે એક વિદ્યાર્થિનીએ કહ્યું મેમ કૌમાર્યને વ્યક્તિત્વ સાથે શું લેવાદેવા? જેથી મને થયું આવા પ્રશ્નો અનેક વિદ્યાર્થીઓના મનમાં હશે, તેમના મનમાં ચાલતી મૂંજવણને દૂર કરવી જોઈએ જેના પરિણામ સ્વરૂપ આજનો આ આર્ટીકલ અસ્તિત્વમાં આવ્યો. કૌમાર્ય એક પવિત્ર અવસ્થા છે, virginity is a state of purity. Virgin એટલે very intensely regulated guy in normal. હવે તમે જ વિચારો જો વ્યક્તિ સંપૂર્ણપણે નિયંત્રિત, સંયમિત અને પવિત્ર હોય તો એનાથી વિશેષ વ્યક્તિત્વ વિકાસ બીજો કયો હોય શકે?

વ્યક્તિના ચરિત્ર, આહાર-વિહાર, દૈનિક સંસ્કારી આચરણ, વિચારશક્તિ, બાહ્યદેખાવ, આંતરિક સુંદરતા એટલે કે સદગુણો, શિસ્ત, નીતિમત્તા વગેરે દ્વારા કોઈપણ વ્યક્તિના વ્યક્તિત્વનો અભ્યાસ થઈ શકે. વ્યક્તિ પોતાના કર્તવ્યો કઈ રીતે અદા કરે છે, જવાબદારી કેટલી નિષ્ઠાથી વહન કરે છે, તેનું મન સતત કેવા વિચારો અને કાર્યોમાં વ્યસ્ત રહે છે, તેના વાણી-વિચાર-વર્તન કેટલા ભદ્ર કે સંસ્કારી છે વગેરે અનેક બાબતો દ્વારા કોઈપણ મનુષ્યનું વ્યક્તિત્વ જાણી શકાય. તેના વ્યક્તિત્વનો કેટલો વિકાસ થયો છે અને કેટલા વધુ વિકાસની આવશ્યકતા છે તેનો તાળો મેળવી શકાય. વર્તમાન સમયે વ્યક્તિની માત્ર વાચાળતા અને બાહ્ય દેખાવને આધારે તેની પર્સનાલિટીનો અંદાજ લગાવવામાં આવે છે પરંતુ વાસ્તવિક મહત્વ તો આંતરિક સુંદરતાનું છે એ આપણે કદાચ ભૂલી ગયા છીએ. વળી મનુષ્યની આંતરિક કે બાહ્ય સુંદરતા કે વ્યક્તિત્વ પાછળ બ્રહ્મચર્ય કેટલું અગત્યનું પરિબળ છે એ તો જાણે આપણી કલ્પના બહાર છે એવું મને લાગે છે કેમ કે વિશ્વસ્તરે વ્યક્તિત્વ વિકાસ પર અઢળક સાહિત્ય લખાય વંચાય અને વેચાય છે પરતું કમનશીબે લોકો ચારિત્ર વગરના જ રહી જાય છે કેમ કે ચારિત્રની પૂર્વશરતરૂપ બ્રહ્મચર્યની ચર્ચા ક્યાય જોવા મળતી જ નથી.

બ્રહ્મચર્યનું પાલન શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસની પૂર્વશરત છે અર્થાત ચારિત્રઘડતર અને વ્યક્તિત્વ વિકાસની પૂર્વશરત છે. એક સંશોધન અનુસાર ૧૦ કીલોગ્રામ પોષક આહારમાંથી ૨૫૦ મિલીગ્રામ લોહી બને છે અને ૨૫૦ મિલી લોહીમાંથી ૨૦ મિલી વીર્ય બને છે. આમ ૨૦ મીલીગ્રામ વીર્ય બનાવવા શરીરને ૧૦ કિલોગ્રામ પોષક આહારની જરૂર પડે છે. વીર્યસંગ્રહ વિના પૂર્ણ આરોગ્ય જાળવવું લગભગ અશક્ય છે. એક જીવનનું સર્જન કરવાની શક્તિ ધરાવતા વીર્યની અધોગતિ કોઈ રીતે યોગ્ય નથી. માત્ર પ્રજોત્પતિના ઉમદા આશય સિવાય વીર્યનો ઉપયોગ (બગાડ) કરવો અજ્ઞાન છે જે જાણે અજાણે નર્ક જેવી જિંદગી જીવવા મનુષ્યને મજબુર કરી દે છે કેમ કે વારંવારના વીર્યસ્ખલન બાદ જો યોગ્ય માત્રામાં પોષકઆહાર લેવાય નહિ તો ધીરેધીરે શરીર નબળું પડતું જાય છે, ઘડપણ વહેલું આવે છે. આમ વ્યક્તિ જ જો નબળો પડી જાય વ્યક્તિત્વ કેવી રીતે ખીલે?

બ્રહ્મચર્યના અનેક અર્થો છે. એક સામાન્ય અર્થ છે મૈથુનનો ત્યાગ કરવો. પરંતુ વાસ્તવમાં તેનો મૂળ અર્થ છે ‘બ્રહ્મ જેવી ચર્યા” જેના વડે બ્રહ્મપ્રાપ્તિ થાય તેવી ક્રિયા એટલે બ્રહ્મચર્ય. બ્રહ્મમા રહેવાની ચર્યા એટલે બ્રહ્મચર્ય. આમ બ્રહ્મચર્યની તાકાત કલ્પના બહારની છે. તેના વિવેકપૂર્ણ ઉપયોગથી તેમજ વીર્યસંગ્રહથી વ્યક્તિ તેની શક્તિ, ઉર્જા, તાકાતમાં અનેક્ગણો વધારો કરી શકે છે. જેના માટે તપશ્ચર્યા જેવા સંયમની જરૂર છે. વાસ્તવમાં બ્રહ્મચર્ય આત્મા અથવા પરમાત્મા તરફની ગતિ છે. વીર્યના એક ટીપાનું પતન એટલે મૃત્યુ અને તેનું રક્ષણ એટલે જીવન. શરીરમાં સૌથી અમૂલ્ય ધાતુ વીર્ય છે જે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થી અને મજ્જા આ તમામની ઉત્પત્તિ બાદ શરીરમાં અલ્પમાત્રામાં ઉત્પન્ન થાય છે. આ વીર્યને ઉર્ધ્વ રાખવાથી શરીરમાં એક પ્રકારનું ઓજ (ઉર્જા) ઉત્પન્ન થાય છે. આહારમાંથી વીર્ય ઉત્પન્ન થતા એક મહિનો લાગે છે. ૮૦ ટીપા લોહીમાંથી ૧ ટીપું વીર્ય બને છે. વાસ્તવિક વીર્યમાં માત્ર બે થી પાંચ ટકા શુક્રકોષ હોય છે બાકીના પોષક તત્વો પ્રોટીન, વિટામીન, DNA વગેરે હોય છે. વીર્યની ઉર્ધ્વગતિ દ્વારા વ્યક્તિ અશક્ય અને આશ્ચર્યકારી પરાક્રમો સર્જી શકે છે. ભગવાનનો અનુભવ કરવા ઈચ્છતા (એટલે કે દિવ્ય ઉર્જા કે પરમ શક્તિ પ્રાપ્ત કરવા) કે વ્યક્તિત્વ વિકાસ કરવા ઇચ્છતા દરેક વ્યક્તિ માટે બ્રહ્મચર્ય અતિ આવશ્યક છે.

બ્રહ્મચર્ય પાલનના અનેક ફાયદાઓ છે એટલે કે વીર્ય સંગ્રહ કે વીર્ય ઉર્ધ્વગતિના અનેક ફાયદાઓ છે. બ્રહ્મચર્ય દ્વારા રોગો સામે લડવાની શક્તિમાં વધારો થાય છે. પાછલી ઉમરમાં રોગો ઓછા થાય છે. વૃદ્ધત્વ આવતા વાર લાગે છે એટલે કે aging process ધીમી પડે છે. વીર્યમાં spemidine નામનું તત્વ હોય છે જે વૃદ્ધત્વને જલ્દી આવતા અટકાવે છે. પાચનશક્તિ સચેત કરે છે. યાદશક્તિ વધારે છે. તીવ્ર એકાગ્રતા પ્રાપ્ત કરવામાં અતિ સહાયક છે. એક સંશોધન અનુસાર બ્રહ્મચર્યનું પાલન કરનાર વ્યક્તિ અન્ય સામાન્ય માણસ કરતા ૪૫% એકાગ્રતા વધારે ધરાવે છે. એના દ્વારા પ્રબળ આત્મવિશ્વાસની પ્રાપ્તિ થાય છે. વિજ્ઞાન માને છે કે વીર્ય ઉર્ધ્વગતિથી વ્યક્તિ ખુબ હકારત્મક વિચારધારાવાળો બને છે. જીવન તનાવ અને ચિંતારહિત આનંદમય બને છે. એક સંશોધન પ્રમાણે બ્રહ્મચર્યનું પાલન કરનાર ૯૦% અત્યંત આનંદમય રહે છે. આમ સાચી શૂરવીરતા તો પોતાની ઇન્દ્રિયો પર નિયંત્રણ કરી બ્રહ્મચર્યનું પાલન કરવામાં જ છે. કેમ કે એકવારનો વીર્યપાત (૩.૪ મિલી) થવાથી નાશ પામતા પોષક તત્વો આ પ્રમાણે છે. પ્રોટીન ૦.૧૭ ગ્રામ, ગ્લુકોઝ ૩.૫૧ ગ્રામ, કેલ્સીયમ ૧.૨૧ ગ્રામ, લેક્તિક એસીડ ૨.૧૫ ગ્રામ, મેગ્નેસિયમ ૦.૩૭ ગ્રામ, પોટેસિયમ ૩.૭૧ ગ્રામ, ઝીંક ૦.૫૬ ગ્રામ જે શારીરિક, માનસિક બળ ઘટાડે છે, શરીરને નિર્બળ કરે છે, સ્વભાવ ક્રોધી બનાવે છે, ચિંતા તનાવમાં વધારો કરી જીવનને ઉદાસીનતા પૂર્ણ બનાવે છે. નિર્બળ, ક્રોધી તનવગ્રસ્ત, રોગી કે ઉર્જાહીન માણસનું વ્યક્તિત્વ કદાપિ પ્રભાવશાળી ન હોય શકે એ તો સમજી શકાય એવી વાત છે. આજના યુવાનોને મારી નમ્ર અપીલ છે કે જો તેવો જીવનના દરેક ક્ષેત્રે સફળતા હાંસલ કરવા માંગતા હોય, આકર્ષક વ્યક્તિત્વના માલિક બનવા માંગતા હોય, યાદશક્તિ અને એકાગ્રતા વધારવા માંગતા હોય તો બીજા કોઈ ક્ષણિક ઉપાયો તરફ ધ્યાન આપવાને બદલે બ્રહ્મચર્ય પાલનના નિયમોનું ધ્યાન રાખે તો મને લાગે છે ભારતને એક શક્તિશાળી સામ્રાજ્ય બનતા કોઈ રોકી નહિ શકે કેમ કે યુવાનો દેશનું ભવિષ્ય છે જો તેવો પાવરફૂલ હશે તો દેશ આપોઆપ પાવરફૂલ બની જશે.

ઉમદા વ્યક્તિત્વ વિકાસ અર્થે જ પ્રાચીન સમયમાં હિન્દુધર્મસંસ્કૃતિ અંતર્ગત મનુષ્યજીવન શ્રેષ્ઠ રીતે જીવવા માટે ચાર આશ્રમોની વ્યવસ્થા હતી જે ખૂબ વૈજ્ઞાનિક હતી જેમાં પ્રથમ આશ્રમ બ્રહ્મચર્યાશ્રમ હતો. બ્રહ્મચર્યાશ્રમ જીવનનો પ્રથમ તબક્કો છે અને જીવનનો શરૂઆતનો તબક્કો હંમેશા જીવનઘડતરમાં અતિ મહત્વનો ભાગ ભજવે છે એ આપણે સૌ જાણીએ છીએ. જીવનના પ્રથમ ૨૩ વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવાની આ આશ્રમમાં આજ્ઞા છે. જો સમજણ વગર વીર્યપાત થાય કે મૈથુન પર નિયંત્રણ જીવનના પ્રથમ તબક્કામાં ન રહે તો આવનાર જીવન ખૂબ અશક્ત અને રોગીષ્ટ બને છે જેથી બ્રહ્મચર્યાશ્રમમાં સંયમનું ખૂબ મહત્વ છે. પરંતુ આજના ખૂબ નાની ઉમરના સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓમાં પણ કમનશીબે વિશેષ કામુકતા જોવા મળે છે અને લગ્ન સુધી કેટલા યુવાનો વર્જિન (virgin) રહેતા હશે તે અંગે મને શંકા છે. વળી આજની યુવા પેઢીને તેમાં કશું જ અયોગ્ય લાગતું નથી એ વધુ દુખની વાત છે. કદાચ કુટુંબ, શિક્ષણસંસ્થા કે સમાજવ્યવસ્થા યુવાનોને બ્રહ્મચર્યની અનિવાર્યતા સમજાવવાનું ચૂકી ગયા હોય એવું લાગે છે. જો બ્રહ્મચર્યનું મહત્વ તેવોને વૈજ્ઞાનિક સંદર્ભમાં સમજાવવામા આવે અર્થાત બ્રહ્મચર્ય વ્યક્તિના પોતાના વ્યક્તિત્વ વિકાસ અને સફળતા માટે કેટલુ આવશ્યક છે તે જણાવવામાં આવે તો મને વિશ્વાસ છે કે યુવાનો અવશ્ય સમજશે. બ્રહ્મચર્યાશ્રમ બાદ આવતા દ્વિતીય આશ્રમ ગૃહસ્થાશ્રમમાં મનુષ્યને ખૂબ શક્તિની આવશ્યકતા રહે છે કેમકે તેણે પ્રજોત્પતિનું ઉમદા કાર્ય કરવાનું હોય છે. ઉપરાંત અન્ય સામાજિક જવાબદારીનું પાલન કરવાનું હોય છે જેથી બ્રહ્મચર્યાશ્રમમાં શક્તિનો સંગ્રહ સંયમ દ્વારા અનિવાર્ય બની રહે છે. જો એવું ન થાય તો ગૃહસ્થાશ્રમ અતિ પીડાદાયક બની શકે છે. કદાચ એ જ કારણ છે કે આધુનિક યુગમાં ગૃહસ્થાશ્રમ ઉત્તમ જોવા નથી મળતો.

બ્રહ્મચર્યાશ્રમમાં સાત્વિક ખોરાકની અનિવાર્યતા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કેમ કે શારીરિક, માનસિક તેમ જ આધ્યાત્મિક વિકાસની પ્રથમ શરત સ્વસ્થતા કે તંદુરસ્તી છે. ટૂંકમાં બ્રહ્મચર્યાશ્રમમાં વિદ્યાભ્યાસ, સાત્વિક ખોરાક, ઇન્દ્રિયો પર સંયમ, અને બ્રહ્મચર્યના પાલનને અનિવાર્ય માનવમાં આવ્યું છે કારણકે મનુષ્યજીવનના ચાર મુખ્ય પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ આ તમામના અમલ વગર શક્ય જ નથી. કેવળ જનેન્દ્રિયનો નહીં પરંતુ તમામ ઇન્દ્રિયો પરનો સંયમ એટલે બ્રહ્મચર્ય. વિચાર, વર્તન અને વાણીમાં શુધ્ધિ એટલે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય બે પ્રકારના છે શારીરિક અને માનસિક. ખરાબ વિચારોનું નિયંત્રણ એ માનસિક બ્રહ્મચર્ય છે. જાગૃત કે સ્વપ્નઅવસ્થામાં પણ કામુક વિચારોથી સંપૂર્ણ મુક્તિ એ પૂર્ણ બ્રહ્મચર્ય છે. જીવનને ધારણ કરનાર વીર્ય આપણું મહાન ધન છે. લોહીનું સારતત્વ છે. બ્રહ્મચર્ય ખરેખર એક અમૂલ્ય મોતી છે, જે રોગ ક્ષય અને મૃત્યુનો નાશ કરનાર સૌથી પ્રભાવશાળી મહાઔષધિ છે. આત્માનું સ્વરૂપ જ બ્રહ્મચર્ય છે, બ્રહ્મચર્યમાં જ આત્માનો નિવાસ છે. વીર્ય તો જીવન, વિચાર, બુદ્ધિ તથા ચૈતન્યનો સાર છે. વીર્યનો એકવાર નાશ થયા પછી દૂધ માખણ બદામ કે ટોનિક આજીવન ગ્રહણ કરવાથી પણ તેની ત્વરિત પૂર્તિ થઈ શકતી નથી. બ્રહ્મચર્ય એ નિષ્કલંક પવિત્રતા છે જે એક સર્વોત્તમ તપ છે. ઇન્દ્રિયપરાયણતા વાસ્તવમાં જીવન, સૌંદર્ય, બળ, વીર્ય, યાદશક્તિ, ધન, યશ, પવિત્રતા તથા ઈશ્વરભક્તિનો વિનાશ કરે છે. શરીરમાંથી વીર્યનું સ્ખલન મૃત્યુને નજીક લાવનાર છે, તેના સંરક્ષણથી આયુષ્ય વધે છે. જે લોકોએ વીર્યનો વધુ ક્ષય કર્યો હોય તે ખૂબ જલ્દી અશાંત અને આળસુ બની જાય છે, તેઓ જલ્દીથી રોગના ભોગ બને છે અને અકાળે મૃત્યુ પામે છે. બ્રહ્મચર્યના અભાવથી અને વીર્યશક્તિના ક્ષયથી મનુષ્ય શારીરિક માનસિક અને બૌદ્ધિક દુર્બળતા પ્રાપ્ત કરે છે અને દરેક નાની નાની બાબતમાં ચિડાઈ જાય છે. બ્રહ્મચર્ય અંગે પશ્ચિમનું મનોવિજ્ઞાન ખોટી માહિતી આપે છે, કદાચ તેઓને આ બાબતનું અનુભવાત્મક જ્ઞાન ઓછું હશે. આપણાં ઋષિમુનિઑએ બ્રહ્મચર્ય દ્વારા મૃત્યુ પર વિજય મેળવ્યો હતો.

આમ બ્રહ્મચર્યની તાકાત કલ્પના બહારની છે. જીવનના દરેક ક્ષેત્રમાં સફળતાની ચાવી બ્રહ્મચર્ય જ છે. આશા રાખું કે આજના યુવાનો અને વિદ્યાર્થીઑ આ આર્ટીકલ વાંચી સમજી શાસ્ત્રોની સલાહને સ્વીકારશે અને જીવનને વધુ બહેતર બનાવશે. વ્યક્તિત્વ વિકાસના નામે થતાં ખોખલા કાર્યો તરફ ન આકર્ષાતા નક્કર બાબત તરફ પ્રયાણ કરશે.

Related

Tags: shilpa shahવ્યક્તિત્વ વિકાસ માટે બ્રહ્મચર્યશિલ્પા શાહ
SendShare83Tweet52Scan
ADVERTISEMENT
Previous Post

ચીઝને ફ્રીજમાં સ્ટોર કરવાની સાચી રીત જાણો

Next Post

હૈદરાબાદની બિરયાની જ નહીં, આ વસ્તુઓ પણ ફેમસ છે…

Related Posts

આ દૂધની બનાવટ પીવાથી કોલેસ્ટ્રોલ ઓછું થશે, હૃદયની બીમારીઓ પણ દૂર રહેશે.

by iGujju
0
58
આ દૂધની બનાવટ પીવાથી કોલેસ્ટ્રોલ ઓછું થશે, હૃદયની બીમારીઓ પણ દૂર રહેશે.
i - ગુજ્જુ

જ્યારે આપણે ઉનાળામાં હાઇડ્રેટેડ રહેવાની અને ગરમીનો સામનો કરવાની જરૂર હોય છે, ત્યારે તે આપણું પ્રિય પીણું બની જાય છે. તેના અનેક ગુણોને કારણે ઘણા લોકો વર્ષમાં દરરોજ એક ગ્લાસ છાશ પીવાનું પસંદ કરે છે. પેક્ડ મિલ્ક પ્રોડક્ટને બદલે ઘરે છાશ તૈયાર કરવી હંમેશા વધુ સારી છે. ચાલો જાણીએ કે છાશ પીવી આપણા માટે શા માટે મહત્વપૂર્ણ છે અને શું તે ઉચ્ચ કોલેસ્ટ્રોલ ઘટાડી શકે છે? વધતું કોલેસ્ટ્રોલ આપણા માટે ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે. જેના કારણે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, મેદસ્વિતા, હાર્ટ એટેક, કોરોનરી આર્ટરી ડિસીઝ અને ટ્રિપલ વેસલ ડિસીઝનું જોખમ રહેલું છે. આ સ્થિતિમાં, છાશ ચોક્કસપણે પીવો....

Read more

પગફેરાનો રિવાજ

by iGujju
0
730
પગફેરાનો રિવાજ
કલા-સાહિત્ય

દીકરીને અગ્નિદાહ આપ્યો, તે પહેલા ઈશ્વરને બે હાથ જોડીને કહ્યું હતું, સાસરે વળાવતો હોઉં એવી જ રીતે મારી દીકરીને વિદાય કરું છું, ધ્યાન રાખીશને એનું? અને પછી મારામાં અગ્નિદાહ દેવાની તાકત આવી, લાગ્યું કે ઈશ્વરે વેવાઈપણું સ્વીકારી લીધું...! એને અગ્નિદાહ આપીને પાછો ફર્યો ત્યારે પત્નીએ આંગણામાં પાણી મૂક્યું હતું... નાહી નાખવાનું હવે દીકરીનાં નામનું...! દીકરી વિનાનું ઘર આજે દસ દિવસનું થયું... પત્નીની વારેવારે ભરાઈ આવતી આંખો દીકરીના ડ્રેસિંગટેબલ અને છેલ્લાં દસ દિવસથી એકદમ વ્યવસ્થિત રહેલાં એનાં વોર્ડરોબ પર ફરી વળે છે... હું પણ ત્યાં જોઉં છું ને એક નિસાસો નંખાય જાય છે... ઈશ્વર, દીકરી સોંપતા પહેલાં તારા વિશે તપાસ કરાવવાની...

Read more

સૌ એ માન્યું આ પવિત્ર બંધન ,

by iGujju
0
579
સૌ એ માન્યું આ પવિત્ર બંધન ,
રક્ષાબંધન

સૌ એ માન્યું આ પવિત્ર બંધન , મીઠું મધુરું રક્ષાબંધન... સ્નેહ અને ભાવ નો અનોખો સંગમ, મીઠું મધુરું રક્ષાબંધન.... કાચા સૂતર ના તાંતણે બંધાયું, ભાઈ બહેન ના પ્રેમ નું બંધન, મીઠું મધુરું રક્ષાબંધન... ન લાગે કોઈ ની નજર નું અડચણ, જાણે હરિએ આંજેલું આંજણ, મીઠું મધુરું રક્ષાબંધન... શબ્દો માં કેમ કરી વર્ણવું સાર ? પ્રેમ કેરી વર્ષા નો જાણે છે શ્રીકાર, મીઠું મધુરું રક્ષાબંધન.... પારુલ ઠક્કર "યાદે"

Read more

એક ચપટી ભભૂત

by iGujju
0
326
એક ચપટી ભભૂત
શ્રાવણ

એકવાર દેવલોકમાં મીઠો ઝઘડો જામ્યો. માતા લક્ષ્મીજી અને માતા બ્રમ્હાણીએ માતા પાર્વતીજીને ચઢાવ્યા કે તેઓ દેવોના દેવ મહાદેવના ધર્મ પત્ની હોવા છતાં તેમના માથે ઘરેણા કે આભૂષણ નામની કોઈ ચીજ નથી તો તેની સાથે અન્યાય થઈ રહ્યો છે, ત્યારે માતા પાર્વતી તેમની વાતમાં આવી જઇને મહાદેવ પાસે ગયા અને મહાદેવને કહ્યું કે... "હે સ્વામી.. તમે દેવોના દેવ મહાદેવ અને જગતના પિતા હોય ત્યારે હું તમારી પત્ની મને આભૂષણના નામે એક પણ વસ્તુ કેમ નહીં તો હું તમારા થી નારાજ છું. મને જ્યાં સુધી આભૂષણ ઘરેણા નહીં કરાવી આપો ત્યાં સુધી હું તમારી સાથે વાત નહીં કરું." ત્યારે મહાદેવે જરાક હસીને...

Read more

ચોમાસામાં માથામાં જૂ વધી ગયા છે? રસોડામાં હાજર આ 5 ઘરગથ્થુ ઉપાયોથી તમે રાહત મેળવી શકો છો

by iGujju
0
395
ચોમાસામાં માથામાં જૂ વધી ગયા છે? રસોડામાં હાજર આ 5 ઘરગથ્થુ ઉપાયોથી તમે રાહત મેળવી શકો છો
ચોમાસુ

ચોમાસામાં માથામાં જૂ વધી ગયા છે? રસોડામાં હાજર આ 5 ઘરગથ્થુ ઉપાયોથી તમે રાહત મેળવી શકો છો આ દિવસોમાં ચોમાસું તેના પૂર્ણ શિખરે જઈ રહ્યું છે. જેના કારણે દેશના મોટાભાગના ભાગોમાં હળવોથી ભારે વરસાદ સતત થઈ રહ્યો છે. જો કે આ વરસાદની મોસમમાં મન હંમેશા ખુશ રહે છે, પરંતુ આ દિવસોમાં માથાના વાળમાં જૂ થવાની સમસ્યા પણ વધી જાય છે. આજે અમે તમને આ સમસ્યાથી છુટકારો મેળવવા માટેના 5 ઘરગથ્થુ ઉપાય જણાવીએ છીએ, જેને અપનાવ્યા પછી તમારા માથામાં ક્યારેય જૂ નહીં આવે. નાળિયેર તેલ અને એપલ સીડર વિનેગર નાળિયેર તેલ વિશે આપણે બધા જાણીએ છીએ. આ તેલ વાળમાં લગાવવાથી તે...

Read more

કાળાં ડિબાંગ વાદળોને

by iGujju
0
227
કાળાં ડિબાંગ વાદળોને
કલા-સાહિત્ય

કાળાં ડિબાંગ વાદળોને હટાવતો સૂર્ય વહેલી સવારે લીલાંછમ પર્ણોની મુલાયમ ચાદર પર! સોનેરી કિરણો પાથરે ને ત્યારે ચમકતાં ઝાકળનાં બિંદુઓ પર એક અજાણ્યો ચહેરો મલકી ઊઠે મેઘધનુષ બની! ને દૂર દૂર સુધી પથરાયેલી લીલોતરીમાં દેખાય એક પથ પણ અજાણ્યાં એ ચહેરાં સુધીનો! નિશા પટેલ

Read more

અન્નદાનને પૂર્ણદાન ગણવામાં શા માટે આવે છે?

by iGujju
0
549
અન્નદાનને પૂર્ણદાન ગણવામાં શા માટે આવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

હિન્દુધર્મશાસ્ત્રોમાં ઠેરઠેર દાનનો મહિમા ગવાયો છે. દાનની ભવ્યતા અને દિવ્યતાનું વર્ણન પાને-પાને જોવા મળે છે. એની પાછળ ઘણા કારણો જવાબદાર છે જેમકે દાનથી કરુણા, સેવા અને બંધુત્વ જેવી પવિત્ર ભાવનાઓનો વિકાસ થાય છે, સમાજનું કલ્યાણ શક્ય બને છે, દાનની અપાર શક્તિ વડે ગરીબી અને સંગ્રહખોરીને સમાપ્ત કરી શકાય છે. દાન વાસ્તવમાં આનંદની પ્રાપ્તિ અને કલ્યાણનું દ્વાર છે. શાસ્ત્રોમાં અનેક પ્રકારના દાનનું વર્ણન છે જેમકે અન્નદાન, વસ્ત્રદાન, જળદાન, ઔષધદાન, અભયદાન, શક્તિદાન, વિદ્યાદાન, ધર્મદાન, આનંદદાન, ગજદાન, અશ્વદાન, તલદાન, ભૂમિદાન, સુવર્ણદાન વગેરે વગેરે. આધુનિક સમયે તો રક્તદાન, ચક્ષુદાન, દેહદાન, અંગદાન વગેરેનું પણ અનેરૃ મહત્વ છે. દાનમાં ત્યાગની ભાવના કે છોડવાની વૃત્તિગત લાગણી જોડાયેલી...

Read more

મિત્ર છું

by iGujju
0
427
મિત્ર છું
ફ્રેન્ડશીપ ડે

ના નમવાનો શોખ છે,ના કોઈને નમાવવાનો શોખ છે, મિત્ર છું, મિત્રો સાથે મિત્રતા નિભાવવા નો શોખ છે.   જિદ્દી છું, પણ જાહિલ નથી હું, જગત આખું જાણેછે, ના માનવા નો શોખ છે, ના કોઈ ને મનાવવા નો શોખ છે.   અભિમાની સામે તો એટલેજ મસ્તક રાખ્યું છે ઊંચું ! ના ઝૂકવા નો શોખ છે,ના કોઈને ઝૂકાવવા નો શોખ છે,   જિંદગી તો ઈશ્વરેની અમૂલ્ય ભેટ છે, ના કદી વેડફાય, ના મરવા નો શોખ છે, ના કોઈને મારવાનો શોખ છે .   હેસિયત નથી એટલી કે કોઈ ને હું રીઝવી શકું ,પણ ! ના યાચવાનો શોખ છે,ના કોઈ સામે નાચવા નો...

Read more

મા બોલ ~ એષા દાદાવાળા

by iGujju
0
1.2k
મા બોલ ~ એષા દાદાવાળા
મહિલા વિશેષ

મા બોલ... હવે તને આ ખાલી પેટનો ભાર લાગે છે ને ? પેટ પર વાગતીને મીઠ્ઠી લાગતી એ લાતો, આંખોની પેલે પાર બહુ વાગે છે ને ? તારામાં ઊગી’તી એ નાનીશી વેલને, પહેલાં તો આપ્યો’તો આધાર, તારામાં શ્વસતો એ જીવ હું છું, એ જાણ્યા પછી પેટનો યે લાગ્યો’તો ભાર ? અરીસા સામે જોઈ મલકાતી તું હવે એનાથી પણ દૂર ભાગે છે ને ? તમારું પણ કેવુ પહેલાં તો પ્રાર્થી-પ્રાર્થીને તમે જ બાળકને માંગો, પેટમાં દિકરો નથી એવી ખબર પડે પછી ભગવાનને કહી દો, તમે જ રાખો ! અનાયાસે દેખાતું લોહી હવે ભારોભાર પસ્તાવો અપાવે છે ને ? છૂટાં પડતા રડવું...

Read more

સોમનાથ જ્યોતિર્લિંગનું મહત્વ

by iGujju
0
292
સોમનાથ જ્યોતિર્લિંગનું મહત્વ
ધર્મ અને આધ્યાત્મિકતા

સર્વે દેવી-દેવતાઓ સ્વર્ગમાં બિરાજીત છે પરંતુ જગત કલ્યાણ હેતુ ભગવાન શિવ પૃથ્વી ઉપર કૈલાશમાં બિરાજમાન છે અને તેઓ સમગ્ર ભારતમાં 12 જ્યોતિર્લિંગરૂપે સાક્ષાત વિદ્યમાન છે. આ જ્યોર્તિલિંગોમાં ક્રમશઃ સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, અમ્લેશ્વર, કેદારનાથ, ભીમેશ્વર, વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, વૈદ્યનાથ, રામેશ્વર, નાગેશ્વર અને ઘુશ્મેશ્વર છે, જેને સ્તોત્રનાં રૂપે નીચે મુજબ ગાવામાં આવે છે. સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ્ | ઉજ્જયિન્યાં મહાકાલમં ચ ૐકારમમલેશ્વરમ્ ||૧|| પરલ્યાં વૈદ્યનાથં ચ ડાકિન્યાં ભીમશઙ્કરમ્ | સેતુબન્ધે તુ રામેશં નાગેશં દારુકાવને ||૨|| વારાણસ્યાં તુ વિશ્વેશં ત્ર્યમ્બકં ગૌતમીતટે | હિમાલયે તુ કેદારં ઘૃશ્મેશં શિવાલયે ||૩|| એતાનિ જ્યોતિર્લિંગાનિ સાયં પ્રાત: પઠેન્નર: | સપ્તજન્મકૃતં પાપં સ્મરણેન વિનશ્યતિ ||૪|| || ઇતિ દ્વાદશજ્યોતિર્લિઙ્ગસ્મરણં II...

Read more
Load More
Next Post
હૈદરાબાદની બિરયાની જ નહીં, આ વસ્તુઓ પણ ફેમસ છે…

હૈદરાબાદની બિરયાની જ નહીં, આ વસ્તુઓ પણ ફેમસ છે...

ઘરે બનાવો Yummy ‘આઇસ્ક્રિમ સેન્ડવિચ’, નોંધી લો આ રીત

ઘરે બનાવો Yummy 'આઇસ્ક્રિમ સેન્ડવિચ', નોંધી લો આ રીત

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
બાળકો માટે આધ્યાત્મિકતા એટલે શું?

પ્રાર્થના એ આત્માનો ખોરાક છે.

વિજ્ઞાન વિશેષ – જાણવા જેવું

વિજ્ઞાન વિશેષ – જાણવા જેવું

રાણી લક્ષ્મીબાઈ

રાણી લક્ષ્મીબાઈ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

સૌ એ માન્યું આ પવિત્ર બંધન ,

સૌ એ માન્યું આ પવિત્ર બંધન ,

આ દૂધની બનાવટ પીવાથી કોલેસ્ટ્રોલ ઓછું થશે, હૃદયની બીમારીઓ પણ દૂર રહેશે.

આ દૂધની બનાવટ પીવાથી કોલેસ્ટ્રોલ ઓછું થશે, હૃદયની બીમારીઓ પણ દૂર રહેશે.

પગફેરાનો રિવાજ

પગફેરાનો રિવાજ

સૌ એ માન્યું આ પવિત્ર બંધન ,

સૌ એ માન્યું આ પવિત્ર બંધન ,

એક ચપટી ભભૂત

એક ચપટી ભભૂત

ચોમાસામાં માથામાં જૂ વધી ગયા છે? રસોડામાં હાજર આ 5 ઘરગથ્થુ ઉપાયોથી તમે રાહત મેળવી શકો છો

ચોમાસામાં માથામાં જૂ વધી ગયા છે? રસોડામાં હાજર આ 5 ઘરગથ્થુ ઉપાયોથી તમે રાહત મેળવી શકો છો

Popular

    ADVERTISEMENT

    We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

    Live Visitors

    • About
    • Advertise
    • Privacy & Policy
    • Contact

    © 2022 MediaHives - All Right Reserved by iGujju.

    • Login
    No Result
    View All Result
    • .
    • i – Gujju
      • રાશિફળ 2021
      • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
      • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
      • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
      • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
      • Corona
    • કલા-સાહિત્ય
      • વાર્તા અને લેખ
      • ગઝલ
      • કવિતા
      • ગીત
      • ભજન
    • મોજ મસ્તી
      • જોક્સ
      • Funny ફોટા
      • ગુજ્જુ ગપશપ
      • ગુજ્જુલોજી
    • જ્ઞાન વિજ્ઞાન
      • વિજ્ઞાન અને ટેક્નોલોજી
      • વાનગી વિશેષ
      • ધર્મ અને આધ્યાત્મિકતા
      • Video
      • More
    • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • મસ્તી કાર્ડ

    © 2022 MediaHives - All Right Reserved by iGujju.

    Welcome Back!

    Login to your account below

    Forgotten Password?

    Retrieve your password

    Please enter your username or email address to reset your password.

    Log In
    error: iGujju Content is protected !!