બંને દિવસ એટલે અલગ અલગ સંસ્કૃતિ માટે બનેલા પ્રેમ જાહેર કરવાના દિવસ !!
હવે તો દુનિયા ઘણી નાની થઈ ગઈ છે, વેલેન્ટાઈન ડે આપણે પણ મનાવીએ છીએ , ખોટું નથી કાંઈ એમાં ,ગમતા કોઈ પણ વ્યક્તિને તું કેટલું ગમે છે એ કહેવા માટે, અનુભવ કરાવવા માટે આ દિવસો છે. ખરેખર કહું તો ભલે માણસ ગમતું હોય તો કોઈ સ્પેશ્યલ દિવસ કે સમયની રાહ ના જોવી જોઈએ પણ ગમતા માણસને સ્પેશ્યલ ફિલ કરાવવા માટે આ દિવસ જરૂરી છે.
વેલેન્ટાઈન દિવસ, સાંભળીએ એટલે લાલચટક હાર્ટ અને લાલમજાના ગુલાબ નો ગુલદસ્તો દેખાય,! દેખાવા જ જોઈએ તો જ હજુ જુવાની બાકી રહી છે એમ સમજવું!!!
જોક્સ અપાર્ટ સાચું કહું તો બંને દિવસ માં ગમતાનો ગુલાલ કરવો જ જોઈએ.
એક નાનું ફૂલ, એક નાનકડી ચોકલેટ ,એક મોગરાનો ગજરો કે એક મોટી લટાર સાથે ચાલતા જવાની..મજા.એ સંબંધમાં જે રોમાન્સ સાચવી રાખશે એ તો કરશો તો જ ખબર પડશે..
ગમતું વ્યક્તિ એટલે પ્રેમી, પ્રેમિકા જ હોય એ જરૂરી નથી.,
એ મમ્મી, પપ્પા ,ભાઈ -બેન, ભાભી ,દોસ્ત, પાડોશી ,દાદા દાદી કે આપણા સંતાનો પણ હોય કે જેને આપણે કૈક સ્પેશ્યલ ફિલ કરાવાની મજા માણી શકીએ, રોમાંચ એમની આંખોમાં જોઈ શકીએ.
વસંત પંચમી એટલે વસંત ને વધાવવાની શરૂવાત..
જીવનની વસંત જીવનના આસપાસના લોકોમાં જ સમાયેલી હોય છે. એટલે એમને સતત પ્રેમ અને કેરથી સાચવતા રહેવું નહીં તો ફોટાને હાર ચડાવતા દુઃખ થશે કે જીવતા એક ફૂલ ઝંખતા માણસને હવે ફોટામાં ફૂલ ચડાવવું પડે છે.
દર્શનાની વાતો દર્શનાની કલમે.
દર્શના રાણપુરા
Related