બુઢી આંખો માઁ-બાપની રાત્રે ઝબકીને જાગી જતી હશે,
એક ક્ષણ દીકરાને જોવા કેટલી તલપાપડ થતી હશે..!!
વૃદ્ધાશ્રમની દીવાલો જાણે જેલ જેવી લાગતી હશે,
માઁ-બાપ બન્યાની સૌથી મોટી સજા લાગતી હશે..!!
પેંડા વહેંચ્યા હોંશે હોંશે જે દીકરાના જન્મ પર,
માણસાઈ એની કેમ અચાનક મરી પરવારતી હશે..!?
– નૈઋતિ ઠાકર