“જેની પાસે હોય વીસા,
તેનું શુ બગાડે જગદીશા”
ઉક્તિનો અર્થ સ્પષ્ટ છે. વીસા યંત્ર એક એવું યંત્ર છે જે દરેક સમસ્યાનું નિરાકરણ લાવે છે. વીસા યંત્રના ઘણા પ્રકારો છે. જેમ કે દુર્ગા વીસા યંત્ર, મેલડી વીસા યંત્ર, શિવશક્તિ વીસા યંત્ર, સિંહ વીસા યંત્ર વગેરે… આ યંત્રમાં ત્રિકોણાકારે અલગ અલગ અંકોને એ રીતે ગોઠવવામાં આવે છે, જેથી તેનુ કુલ ટોટલ ૨૦ થાય. આપણે અંબેમાંની છબીમાં જે નીચે યંત્ર જોઈએ છીએ તે જ છે વીસા યંત્ર.
સિદ્ધ કરવાની વિધિ
આ યંત્રની રચના સુગંધ અને શાહીથી ભોજપત્ર પર સોનાની પેનથી લખવું શ્રેષ્ઠ છે. સ્વચ્છ ભોજપત્ર પર ગુરુ પુષ્ય અથવા રવિપુષ્યને દિવસે તેને આલખવું જોઈએ અથવા પાંચમ, આઠમ કે પૂનમના રોજ લખવું જોઈએ. આ યંત્ર લખતા સમયે, તમારું મોં પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ હોવું જરૂરી છે. તમારી સામે ધૂપ કે અગરબત્તી પ્રગટાવો. ત્યારબાદ નવાર્ણ મંત્રની ૧૦૮ કે ૧૦૦૮ માળા ગણીને આ યંત્રને સિદ્ધ કરવો.