વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા
ગુજરાતી રંગભૂમિનો ઉલ્લેખ રંગઉપવન અથવા નાટ્યગૃહ (થિયેટર) તરીકે પણ ગુજરાતી ભાષામાં તેમ જ બોલીમાં કરવામાં આવે છે. ગુજરાતી નાટ્યગૃહો મુખ્યત્વે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યનાં શહેરો જેવાં કે મુંબઈ, અમદાવાદ અને વડોદરા અને બીજે જ્યાં ગુજરાતી લોકો વસવાટ કરે છે, ખાસ કરીને ઉત્તર અમેરિકા ખાતે જોવા મળે છે. ૨૯ ઓક્ટોબર, ૧૮૫૩ના રોજ મુંબઈ ખાતે પારસી નાટક મંડળીના ઉપક્રમે રુસ્તમ સોહરાબ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ નાટ્ય ગુજરાતી રંગભૂમિની શરૂઆતનું સીમાચિહ્ન છે.
ઇતિહાસ
વર્ષ ૧૮૫૦માં પ્રથમ ગુજરાતી નાટક લક્ષ્મીના લેખક દલપતરામની ગુજરાત પ્રદેશમાં ‘ભવાઇ’ એક લાંબા સમયથી ચાલતી આવતી લોક-નાટ્ય પરંપરા છે, જેના મૂળ ૧૪મી સદીમાં જોવા મળે છે. ત્યારબાદ ૧૬મી સદીના પ્રારંભમાં પોર્ટુગીઝ મિશનરીઓ દ્વારા કરવામાં આવેલ યેસુ મસિહા કા તમાશા નાટ્યમાં એક નવું પરિમાણ રજૂ કરવામાં આવ્યું હતું, જે ઈસુ ખ્રિસ્તના જીવન પર આધારિત હતું અને તેમાં મહારાષ્ટ્રની લોક પરંપરા તમાશાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે ગોવા તેમ જ મહારાષ્ટ્રના લોકો દ્વારા તેમના કામ દરમિયાન ભજવવામાં આવતું હતું. મંદિર અને શાહી દરબારો અને ગુજરાતનાં મંદિરો ખાતે સંસ્કૃત નાટક કરવામાં આવતાં હતાં, પરંતુ તેનો પ્રભાવ જનતા માટેની સ્થાનિક નાટ્ય પરંપરા પર ન હતો. બ્રિટિશ રાજના સમયમાં બ્રિટિશ અધિકારીઓ દ્વારા આમંત્રિત વિદેશી ઓપેરા અને થિયેટર જૂથોએ તેમનું મનોરંજન કરવાનું શરૂ કર્યું હતું, જેનાથી પ્રેરિત સ્થાનિક પારસીઓએ તેમના પોતાના ફરતાં નાટ્ય જૂથો શરૂ કર્યાં હતાં, જે મોટે ભાગે ગુજરાતી ભાષામાં ભજવવામાં આવતાં હતાં. વર્ષ ૧૮૫૦માં રજુ થયેલ પ્રથમ નાટક લક્ષ્મી દલપતરામ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું, જેની પ્રેરણા એરિસ્ટોફનસ દ્વારા પ્રાચીન ગ્રીક કોમેડી નાટ્ય પ્લુટસ પરથી લેવામાં આવી હતી.
વર્ષ ૧૮૫૨માં, એક પારસી નાટ્ય જૂથ દ્વારા ગુજરાતી ભાષામાં શેક્સપીયરન નાટકનો ખેલ સુરત શહેર ખાતે ભજવવામાં આવ્યો હતો. વર્ષ ૧૮૫૩માં ગુજરાતી રંગભૂમિના પ્રથમ નાટ્યગૃહની પારસી નાટક મંડળી જૂથ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. ફરામજી ગુસ્તાદજી દલાલ દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી, જ્યાં સૌપ્રથમ પારસી-ગુજરાતી નાટક રુસ્તમ સોહરાબ રજુ કરવામાં આવ્યું હતું, જે ૧૦મી સદીના ફારસી મહાકાવ્ય રુસ્તમ અને સોહરાબ પર આધારિત હતું. ફિરદૌસી દ્વારા રજુ કરાયેલ ફારસી નાટ્ય શાહનામે પરથી રુસ્તમ સોહરાબ ગુજરાતી નાટક ૨૯ ઓક્ટોબર ૧૮૫૩ના રોજ ગ્રાન્ટ રોડ થિયેટર, મુંબઇ ખાતે રજુ કરવામાં આવ્યું હતું, જે ગુજરાતી રંગભૂમિની શરૂઆતનો માઇલસ્ટોન ગણાય છે. આ જૂથ દ્વારા ફારસી પ્રહસન ધનજી ઘરાક પણ એ જ સ્થળ પર ભજવામાં આવ્યું હતું. તેના શરૂઆતના દિવસોમાં, ગુજરાતી રંગભૂમિ મોટે ભાગે મનોરંજન શૈલી અને વિષયો પારસી થિયેટર ખાતે ભજવવામાં આવતાં પ્રહસનોમાંથી દત્તક લેતા હતા, જેને ગુજરાતી ભાષા સાથે ઉર્દૂ અને અંગ્રેજી ભાષાને મિશ્ર કરી રજૂ કરવામાં આવ્યા હતા.મંચ વગર પ્રસ્તુત થતા ભવાઈના ખેલને બદલે નાટકો માટે શરૂઆતમાં ઊંચાઈ ધરાવતા ઊભા મંચ (પ્લેટફોર્મ) ઉમેરવામાં આવ્યા હતા. પછી પૃષ્ઠભૂમિનો વિકાસ ધીમે ધીમે થયો અને અંતે હાલ જોવા મળતા નાટ્યમંચની રચના થઈ હતી. દલપતરામ દ્વારા ‘ભવાઇ’માં અસંસ્કારી તત્વનો પ્રભાવ ઘટાડવાના હેતુથી એક નાટ્ય જૂથની રચના કરવામાં આવી હતી અને તે મુંબઇ થિયેટર શ્રેણીમાં આવેલ પારસી થિયેટર દ્વારા ઉપયોગમાં લેવાતી ખામીભરી ગુજરાતી ભાષામાં સુધારણા માટે પણ કાર્ય કરતું હતું.
ધીમે ધીમે જેમ જેમ વધુ અને વધુ નાટકો લખવામાં આવતાં ગયાં અને ગુજરાતી સાંસ્કૃતિક વિષય અને વસ્તુઓ વધતી ગઈ અને અંતે આ રંગભૂમિનાં જૂથો ભવાઈ પરંપરા, પારસી રંગભૂમિ તેમ જ ભારતીય અને પશ્ચિમી ‘ભવાઇ’ અને ભારતીય અને પશ્ચિમી નાટ્યશાસ્ત્ર દ્વારા સંસ્થાપિત તત્વોથી અલગ થતા ગયા હતા.