પત્ર લખીને હવે જણાવતું નથી કોઈ જત,
યાદ પણ ક્યાંથી હોય કે છેલ્લે લખ્યો ખત.
વ્યવહાર પત્ર લેખનનો ભૂલાયો આજકાલ,
ટપાલ પેટી લટકતી ઝંખી રહી છે મરામત.
કોઈને થોડી પણ દરકાર રહી નથી એની,
લાગે છે હસ્તી એની રહી નથી સલામત.
સૌને હાથવગો ટુંકો રસ્તો મળી ગયો છે,
મોબાઈલમાં સૌ કોઈ થઈ ગયા છે રત.
ભાવથી લખાતાં પત્ર એ થઈ જૂની વાત,
ઝડપી યુગમાં સઘળું ઝડપી એ સૌનો મત.
-દિનેશ નાયક “અક્ષર”