ચાણક્યે પોતાના ગ્રંથ “ચાણક્ય નીતિ”માં વિદ્યાનું ઘણું મહત્વ કહ્યું છે. ચાલો આપણે પણ જાણીએ કે તેઓ પ્રમાણે વિદ્યાનું જીવનમાં કેટલું મહત્વ છે?
ચાણક્યે કહ્યું છે કે વિદ્યા કામધેનુની જગ્યા પણ લઈ શકે. કામધેનુ એટલે જે મનુષ્યની બધી ઈચ્છાઓ પૂરી કરે. એવી જ રીતે આપણી પાસે વિદ્યા હોય તો આપણે આપણી બધી ઈચ્છાઓ પૂરી કરી શકીએ. એવી જ રીતે ચાણક્યે વિદ્યાને ગુપ્તધન સાથે પણ સરખામણી કરી છે. ગુપ્તધન આપણા મુશ્કેલ સમયમાં કામ આવે છે. એવી જ રીતે સંકટ સમયમાં વિદ્યા આપણને કામ આવી શકે છે.
હવે આપણે સમજી શકીએ છીએ કે વિદ્યાનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે.
VR Niti Sejpal