નેહા આજે સવારે વહેલી ઉઠી હતી. કારણ કે શાળાએ તેને નારી દિવસ પર સ્પીચ દેવાની હતી. બધું ગોખીને તે શાળાએ ગઈ. શાળાએ તેને સ્પીચ દીધી, “નારી દિવસ બહું મહત્વનો હોય છે. દરેક નારીનું સમ્માન કરવું એ દરેક નગરિકનો કર્તવ્ય છે. નારીને શિક્ષિત કરવી જોઈએ. નારી પર હિંસા ન થવી જોઈએ. સમાજે તેને બચાવવું જોઈએ અને તેના ખિલાફ કડક પગલાં પણ લેવા જોઈએ. બેટી બચાઓ જેવા અનેક આયોજન થવા જોઈએ.” બધાં પાસેથી નેહાને ખૂબ તાળીઓ મળી. પણ તેના મોઢા પર કંઈ ખુશી નહોતી દેખાતી.
તે ઘરે આવી અને રોજની જેમ આજે પણ તેનાં મા-બાપને ઝઘડા કરવાથી રોકતી હતી. આજે પણ તેના પપ્પાએ તેની મમ્મી પર હાથ ઉપાડ્યો. ફરી નેહાના લગ્નની પણ વાત થવા લાગી. કારણ દીકરીને વધું ન ભણવું જોઈએ. તેનાં ઘરમાં એક નારીને કદી સમ્માન ન મળતું. આ જ હતી નેહાના ઘરની વાસ્તવિકતા.
સમાજની સામે નારી દિવસની ઉજવણી થતી હોય છે. બધી જગ્યાએ ભાષણ પણ આપવામાં આવે છે. પણ એ બધું બસ દેખાડો કરવાં માટે. આજે પણ કેટલાં ઘરો એવાં છે જ્યાં નારીના મહત્વથી બધાં અજાણ હોય છે. જે દિવસથી નેહા જેવી દીકરીઓ ખુશ થઈને ગર્વથી બધી સ્પીચ આપી શકશે અને સાચે જ બધાં ઘરમાં નારીને સમ્માન મળશે તે દિવસ એક નારી માટે સાચો “નારી દિવસ” ગણાશે. એ દિવસની દરેક નારી વાટ જોશે. ચાલો, બધાં મળી પ્રયત્ન કરી કે દરેક દિવસ નારીને “નારી દિવસ” લાગે.
નિતી સેજપાલ “તીતલી”