આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકો મોટી-મોટી તકલીફોથી પીડાતા હોય છે. આમ, આજે અનેક લોકો વાળ ખરવાની સમસ્યાથી કંટાળી જતા હોય છે. જો કે વાળ ખરવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. વાળ તમારી આખી પર્સનાલિટીને ખરાબ કરીને મુકી દે છે. આમ જો તમારા વાળ પણ બહુ રફ થઇ ગયા હોય તો આ ઘરેલું હેર માસ્ક તમારા માટે સૌથી બેસ્ટ છે.
આ ઘરેલું માસ્કમાં કોઇ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ ના થવાને કારણે તમારા વાળને કોઇ નુકસાન થતુ નથી. બહાર મળતા પેકમાં અનેક કેમિકલનો ઉપયોગ થતો હોવાથી તમારા વાળને લાંબા ગાળે નુકસાન કરે છે. આ માટે જો તમે આ નેચરલ પેક તમારા વાળમાં લગાવો છો તો તમારા વાળ લાંબા થશે અને સાથે નેચરલી રીતે બ્લેક પણ થશે. તો જાણો કેવી રીતે ઘરે બનાવશો આ હેર પેક
2 ચમચી એલોવેરા જેલ
1 ચમચી મધ
1 ચમચી દિવેલ
કેળાનો પલ્પ
જાણો કેવી રીતે ઘરે બનાવશો આ પેક
આ પેક બનાવવા માટે સૌ પ્રથમ એલોવેરા લો અને એની અંદરથી જેલ કાઢી લો. ત્યારબાદ એક બાઉલમાં ઉપર જણાવ્યા માપ મુજબ બધુ ભેગું કરો. કેળાને તમે હાથેથી અથવા તો ચમચીથી મેશ કરી શકો છો. ત્યારબાદ બાઉલમાં કેળા, દિવેલ, મધ અને એલોવેરા જેલ બરાબર રીતે મિક્સ કરી લો. હવે આ મિશ્રણને બરાબર રીતે હલાવી લો. તો તૈયાર છે પેક.
આ પેક તમારા વાળની દરેક સમસ્યાઓને દૂર કરે છે. આ પેક તમારા રફ વાળને સિલ્કી કરી દે છે અને સાથે વાળનો ગ્રોથ પણ વધારે છે. વાળમાં આ પેક ઓછામાં ઓછો અડધો કલાક સુધી રહેવા દો અને પછી પાણીથી હેર વોશ કરી લો. ધ્યાન રાખો કે શેમ્પૂથી હેર વોશ કરવાના નથી.