નાના બાળકોથી લઇને મોટા લોકો..એમ દરેક લોકોને વાળમાં ક્યારેક-ક્યારેક જૂ પડતી હોય છે. જો કે વાળમાં જૂ પડવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ભેજવાળા વાતાવરણમાં જૂ વધારે પડતી હોય છે. જ્યારે પણ વાળમાં જૂ પડે ત્યારે તમે એની પર ધ્યાન આપતા નથી તો એ વધતી જાય છે અને પછી માથામાં સતત ખંજવાળ આવતી હોય છે. આ માટે જ્યારે પણ વાળમાં જૂ પડે ત્યારે એને કાઢવી ખૂબ જરૂરી છે.
આજકાલ જૂ નિકાળવા માટે બજારમાં અનેક પ્રકારના શેમ્પુ પણ મળે છે. આમ, જો તમે આ ઉપાયથી જૂ કાઢો છો તો એ સરળતાથી મરીને નિકળી જશે અને તમને ખંજવાળ પણ ઓછી થશે. જૂ કાઢવા માટે કડવો લીમડો સૌથી બેસ્ટ છે. કડવો લીમડો માથાની જૂ કાઢવાની અક્સીર દવા છે. તો જાણો કેવી રીતે લીમડો દૂર કરે છે જૂ..
- વાળમાંથી જૂ કાઢવા માટે તમે કડવો લીમડો અને એમાં થોડુ પાણી નાંખીને મિક્સરમાં એની પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને તમે વાળમાં લગાવો અને 10 મિનિટ સુધી મસાજ કરો. ત્યારબાદ 15 મિનિટ રહીને હેર વોશ કરી લો. જો તમે સતત આ પેસ્ટ ત્રણથી ચાર દિવસ નાંખશો તો તમારા વાળમાંથી જૂ નિકળી જશે અને તમને રાહત પણ થશે.
- જૂ કાઢવા માટે તમે લીમડાના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. આ તેલ તમે ઘરે પણ બનાવી શકો છો. આ માટે તમે એક બાઉલમાં લીમડાના પાન લો અને પછી એમાં નારિયેળનું તેલ નાંખો. ત્યારબાદ આ પાનને અડધો કલાક સુધી ધીમા ગેસે ઉકાળો અને પછી ઠંડુ થવા દો. તેલ ઠંડુ થઇ જાય એટલે વાળમાં નાંખો અને પછી એક કલાક રહીને હેર વોશ કરી લો. આ તેલ તમારે સતત અઠવાડિયું વાળમાં નાંખવાનું રહેશે. આમ, કરવાથી વાળમાંથી બધી જૂ નિકળી જશે. આ લીમડાનું તેલ તમે રેગ્યુલર પણ વાળમાં નાંખી શકો છો. જો તમે રેગ્યુલર આ તેલ વાળમાં નાંખો છો તો તમારા વાળ લાંબા થશે અને સાથે ખોડો પણ નહિં થાય.