આજની આ ફાસ્ટ લાઇફમાં લેપટોપ, મોબાઇલ તેમજ બીજા અનેક ઇલેક્ટ્રીક ગેજેટ્સનો ઉપયોગ વધી ગયો છે. દિવસ જાય એમ આ ગેજેટ્સમાં કંઇને કંઇ નવું આવતું જાય છે અને માણસ એની સાથે અપડેટ થતો જાય છે.
કોરોના કાળમાં અનેક કંપનીઓએ વર્ક ફ્રોર્મ આપી દીધું છે. આ વર્ક ફ્રોમ હોમમાં સતત લેપટોપ પર કામ કરીને અનેક હેલ્થ ઇસ્યુના લોકો ભોગ બની રહ્યા છે. આમ, જ્યારે લેપટોપ હેંગ થાય ત્યારે અનેક ઘણી મુશ્કેલીઓનો સામનો આપણે કરવો પડતો હોય છે. જો તમારું લેપટોપ પણ વારંવાર હેંગ થઇ જાય છે તો તમારે આ બાબત પર ચોક્કસ ધ્યાન આપવાની જરૂર છે. તો જાણી લો તમે પણ આ સમસ્યામાંથી કેવી રીતે બહાર આવશો.
- જો તમારું લેપટોપ વારંવાર હેંગ થઇ જાય છે તો એને રિસ્ટાર્ટ કરો. રિસ્ટાર્ટ કરવાથી ઘણી વાર આ પ્રોબ્લેમ સોલ્વ થઇ જતો હોય છે. રિસ્ટાર્ટ ફંક્શનથી ટેમ્પરરી ક્રેશ મેમરી ક્લિન થઇ જાય છે.
- તમારા લેપટોપમાં એક સાથે બ્રાઉઝરમાં વધારે ટેબ ઓપન છે તો એને ક્લોઝ કરી દો. તમારે જેની ખાસ જરૂર હોય એ જ ટેબ તમે ઓપન કરો, કારણકે એક સાથે વધારે ટેબ ઓપન કરવાથી લેપટોપ હેંગ થઇ જાય છે અને અંદરની સિસ્ટમ સ્લો થઇ જાય છે.
- લેપટોપમાંથી બિનજરૂરી સોફ્ટવેરને રિમૂવ કરી દો. ઘણાં સોફ્ટવેર તમારા લેપટોપની સ્પિડ ધીરી કરી દે છે જેના કારણે તમારે વારંવાર હેરાન થવું પડે છે.
- લેપટોપમાં CCleaner ડાઉનલોડ કરીને તમે પણ તમારા લેપટોપની સ્પિડ વધારી શકો છો. જ્યારે તમે લેપટોપ સ્ટાર્ટ કરો ત્યારે પહેલા CCleaner કરી લેવું અને પછી લેપટોપમાં આગળ કામ કરવું જેથી કરીને તમારું લેપટોપ હેંગ થશે નહિં અને તમારું કામ પણ વ્યવસ્થિત રીતે આગળ ચાલશે. આમ જો તમે આ નાની-નાની બાબતોનું પૂરતું ધ્યાન રાખો છો તો તમારું લેપટોપ હેંગ ઓછુ થશે.