– એક જૂની કહેવત પ્રમાણે ચિત્ર હાજર શબ્દોને એક દ્રષ્ટિમાં દર્શાવે છે, આ કહેવત ઈમોજી ઉપર ફિટ બેસે છે. આજે વિશ્વમાં 900 મિલિયન ઈમોજી એકલા ( કોઈ પણ ટેક્સ્ટ મેસેજ વગર ) દરરોજ મોકલાય છે,
– સૌપ્રથમ ઈમોજી 1997 માં જાપાનની એક મોબાઈલ કંપની દ્વારા બનાવાયું હતું. અને 2010 પછી વિવિધ મોબાઈલમાં તેને ઉમેરાયું હતું.
– કસ્ટમ યુનિકોડ દ્વારા એકજ ઈમોજી દરેક બ્રાન્ડના ફોનમાં, સોસીયલ મીડિયામાં અને વેબસાઈટ ઉપર અલગ અલગ સ્વરૂપમાં જોવા મળે છે.
– કોવિડ ના સમયમાં વર્ક ફ્રોમ હોમ દરમિયાન ઇમેઇલ અને મેસેજ કમ્યુનિકેશનમાં માં ઇમોજીનો ઉપીયોગ લગભગ પાંચ ગણો વધી ગયો હતો. 10 થી 7 જે સામાન્ય રીતે ઓફિસ કે ડેસ્ક વર્કના કલાકો હોય છે , તે કલાકો દરમિયાન 77 % લોકો રીપ્લાય આપવા ફક્ત ઇમોજીનો ઉપીયોગ કરે છે , જેમાં સૌથી વધુ થમ્સઅપ ઈમોજી વપરાય છે.
– આ છે સૌથી ભ્રામક ( misunderstood ) ઈમોજી, જે ખોટી રીતે વપરાયા કરે છે.
Face with Tears of Joy 😂 (કોઈ રમૂજ માટે વપરાય ) and
Loudly Crying Face 😭 ( અત્યંત દુઃખ પ્રગટ કરવા વપરાય )
પરંતુ રિસર્ચ ડેટા મુજબ 78% લોકો રમૂજ માટે ઘણી વાર દુઃખ પ્રગટ કરી દેતા હોય છે, અને 89% લોકો દુઃખ માટે ભૂલથી રમૂજ વાળું ઈમોજી મોકલી દેતા હોય છે.
– 2022 માં 104 નવા ઈમોજી યુનિકોડ દ્વારા ઉમેરવામાં આવ્યા
– સૌથી વધુ પોઝિટિવ અને સૌથી વધુ નેગેટિવ ઈમોજી ઉપર પણ રિસર્ચ કરાઈ જેમાં આ પરિણામ સામે આવ્યું છે. (ફોટો B )
ઈમોજી વિષે ઉમર પ્રમાણે અભિપ્રાય પણ બદલાય છે
એક રિસર્ચ મુજબ ( 19 – 29 ) ઉમર, અને (45 +) ઉમર વાળા લોકોને ઈમોજી વિષે પૂછતાં આ અભિપ્રાય મળ્યો
( 19 – 29 ) ઉમર,
– ઈમોજી રમૂજ માટે વપરાય છે
– ઈમોજી વાર્તાલાપને સરળ બનાવે છે અને સમય બચાવે છે
– તેઓ સરળતા પૂર્વક તેને વાપરી શકે છે
(45 +) ઉમર
– 22% લોકોને સમજવામાં તકલીફ પડે છે
– લખાણ કરતા થોડું અનપ્રોફેશનલ લાગે છે
– સમજવામાં વાર લાગે છે
– મેસેજમાં વાપરવા માટે ઈમોજી શોધતા વાર લાગે છે
ઈમોજી ટ્રેન્ડ :
યુથ :
😂 – Face with tears of joy.
❤️ – Red heart.
👍 / 💯 – Thumbs up & 100 percent
મહિલાઓ :
😂 – Face with tears of joy
🤣 – Rolling on the floor laughing
😘 – Face blowing a kiss
પ્રોફેશનલ અંડર 45 :
🔥 / 🎯 – fire and Target
👍 – Thumbs up.
❤️ – Red heart.
50 + ઉમર
🙏 – Folded hands
😊 – Smiling face with smiling eyes
🕉️ / 👍 – Thumbs up & spiritual symbols
2021 – 22 માં એક નવો પ્રયોગ થયો, ઇમેઇલ ના સબ્જેક્ટ લાઈનમાં ઈમોજી ઉમેરવામાં આવ્યા, આ પ્રયોગના પરિણામ સ્વરૂપ ઇમેઇલ ઓપન રેશિયો 22 થી 24 ટાકા વધારો જોવા મળ્યો. તે દર્શાવે છે કે લોકો વાંચવાના બદલે ઈમોજી જોઈ ઈમેઈલનો સબ્જેક્ટ સરળતાથી સમજી શકે છે .
ઇમોજીનું ભવિષ્ય :
હવે એનીમોજી (એનિમેશન વાળા ઈમોજી) અને કસ્ટમાઇઝ ઈમોજી ( તમારા દેખાવ મુજબ બનાવેલા ઈમોજી ) જેમાં તમે આખો, જૉ લાઈન, વાળ, સ્કિન કલર, ચહેરાનો આકાર વિગેરે કસ્ટમાઇઝ કરી અને તેને એનિમેટ કરી શકો છો. ફેસબુક મેટાવર્સ, માઈક્રોસોફ્ટ હોલો લેન્સ અને એપલ ઓગયુમેન્ટેડ રિયાલિટી આ પ્રકારના ઇમોજીને પ્રાધાન્ય આપશે જે તમારી આઇડેન્ટિટીને પણ સિક્યોર રાખશે અને તમને વર્ચુઅલ દુનિયા માટે એક યુનિક ઇમેજ પણ ઉપલબ્ધ કરાવશે .
વિઝન રાવલ – સોસીયલ મીડિયા એક્સપર્ટ