મોનસુન સિઝન શરૂ થઇ ગઇ છે ત્યારે સ્કિન અને વાળ ખરાબ થવા લાગે છે. વરસાદી વાતાવરણમાં વાળની સૌથી વધારે કેર કરવી પડે છે. જો તમે આ સિઝનમાં હેર પર પૂરતું ધ્યાન આપતા નથી તો તમારા વાળ ખરાબ થવા લાગે છે. વાળ ખરાબ થાય એટલે હેર ફોલ વધારે થાય છે અને સાથે-સાથે વાળમાં ખોડો પણ પડવા લાગે છે. તો આજે અમે તમને કેટલીક મોન્સુન હેર ટિપ્સ જણાવીશું જે તમે ફોલો કરશો તો તમારા વાળ મસ્ત રહેશે અને સાથે સિલ્કી પણ થશે.
વાળમાં શેમ્પુ કરો
જ્યારે પણ તમે વરસાદમાં પલળી જાવો અને વાળ ભીના થઇ જાય ત્યારે ઘરે આવીને શેમ્પુથી હેર વોશ કરવાનું ભૂલશો નહિં. જો તમે સાદા પાણીથી હેર વોશ કરો છો તો તમારા વાળ ચીકણા થઇ જાય છે અને પછી હેર ફોલ પણ થવા લાગે છે. આ માટે વરસાદી પાણીથી જ્યારે પણ વાળ પલળે ત્યારે શેમ્પુથી હેર વોશ કરો.
વાળમાં કન્ડિશનર કરશો નહિં
બહુ ઓછા લોકો એ વાતને જાણે છે કે જ્યારે પણ વરસાદી પાણીમાં વાળ પલળે ત્યારપછી કન્ડિશનર કરવું જોઇએ નહિં. ચોમાસાની સિઝનમાં વાળમાં ડ્રાયનેસ હોય છે, આમ જો તમે ડ્રાયનેસથી કંટાળી ગયા છો તો કન્ડિશનર કરો. આનાથી વાળ મુલાયમ અને ચમકદાર બને છે. પરંતુ જો તમારા વાળ વરસાદમાં વધારે પલળ્યા છે તો તમે માત્ર શેમ્પુથી જ હેર વોશ કરો. કન્ડિશનર લગાવશો નહિં. કન્ડિશનર લગાવવાથી તમારા વાળ આ સમયે ખરાબ થઇ શકે છે.
વાળને બરાબર સુકાવા દો
અનેક લોકોની આદત હોય છે કે વાળ બરાબર સુકાય નહિં એ પહેલા જ વાળને બાંધી દે છે. જો તમે પણ આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. હેર વોશ કર્યા પછી વાળ બરાબર સુકાઇ જાય પછી એને બાંધો. જો તમે ભીના વાળ બાંધો છો તો હેર ફોલ થવા લાગે છે અને વાળ તૂટે પણ વધારે છે.